કાર્યકર્તાઓ દરેક જિલ્લા/મહાનગરમાં વીડિયો કોન્ફરન્સ કરી સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડશે: પ્રદેશ ભાજપ અધ્યક્ષની આગેવાનીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક મળી

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન દ્વારા આગામી તા.૩૧ મે ના રોજ આયોજીત મન કી બાત કાર્યક્રમ આપના પરિવાર સાથે સાંભળશો.

૧ થી ૭ જૂન દરમિયાન વડાપ્રધાન દ્વારા લખાયેલ પત્ર “આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, વિશ્ર્વ કલ્યાણ માટે ભારતની ભૂમિકા, કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા માટે જ‚રી ઉપાયો તેમજ તંદુરસ્ત રહેવા માટે સારી આદતોના સંકલ્પના આહ્વાનના પત્રને દરેક મંડલમાં ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે.

પત્ર વિતરણ કરતી વખતે સાવધાની રાખવી અને ફક્ત બે-બે કાર્યકર્તાઓએ જવું. ક્ધટેનમેન્ટ ઝોન, કવોરન્ટાઈન સેન્ટર તેમજ સાર્વજનિક સ્થળો પર જવું નહીં. યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા દરેક મંડલમાં મોટાપાયે યોજના બનાવીને માસ્ક તેમજ સેનેટાઈઝર વિતરણ કાર્યનો પ્રારંભ કરવાનો છે. સ્થાનિક તેમજ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા આત્મનિર્ભર ભારત અંગે બધાને સંકલ્પ કરાવવો.

રાષ્ટ્રીય અધ્યક્ષનું સંબોધન ફેસબુક પર લાઈવ કરવામાં આવશે. જેમાં વધુમાં વધુ યુવા મોરચા સાથે અન્ય યુવાનો પણ જોડાય તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવે. દરેક બુથ સ્તરે વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવે અને તેમાં ઉપરોક્ત વિષયને લગતી જાણકારી આપવામાં આવે.

કમલ સંદેશ દ્વારા સરકારની સિદ્ધિઓ અંગેના વિશેષ ડિજિટલ બુલેટીન અને વિશેષ અંક પ્રકાશિત કરવામાં આવશે, જે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કરવાના રહેશે.  મનોગતની સોફટકોપી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ કરવો. લોકડાઉન દરમિયાન યુવા મોરચા દ્વારા કરેલ તમામ સેવાકીય કાર્યોના નાના-નાના વીડિયો બનાવી જિલ્લા/મહાનગરમાં આ વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરવો.

વર્તમાન સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો સુધી આપણી વાત પહોંચાડવા માટે ટેકનોલોજીના આ યુગમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ૭૫૦-૧૦૦૦ સુધીની સંખ્યામાં વર્ચ્યુઅલ રેલીઓનું આયોજન થશે. જેમાં રાષ્ટ્રીય તેમજ પ્રદેશ સ્તરેથી સંબોધન અને સંવાદ કરવામાં આવશે. યુવા મોરચા દ્વારા દરેક જિલ્લા/મહાનગરમાં સમાજ અને સમૂહમાં એક સપ્તાહમાં વીડિયો કોન્ફરન્સ કરીને સરકારની ઉપલબ્ધિઓ અને અન્ય વિષયો લોકો સુધી પહોંચાડવાના છે. મોદી સરકાર દ્વારા વિવિધ પ્રકારની આર્થિક ઘોષણાઓ અને યોજનાઓને સમાજના દરેક વર્ગ સુધી વ્યાપક રીતે લઈ જવા માટે યોજનાબદ્ધ ચર્ચા કરવી અને પ્રદેશ સ્તરેથી તા.૮,૯ અને ૧૦ જૂન દરમ્યાન જિલ્લા/મહાનગરમાં વીડિયો કોન્ફરન્સ યોજાશે. જેમાં પ્રદેશ સ્તરેથી અગ્રણીઓ માર્ગદર્શન આપશે જે માટે આપે અગાઉથી યોગ્ય આયોજન કરશો.

કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાઓનું પાલન કરવાની સાથે દો ગજ કી દૂરી, માસ્ક પહેરીને તેમજ સ્વાસ્થ્ય સંબંધી નિયમોનું પાલન કરીને જન સંપર્ક કરવો. વડાપ્રધાન દ્વારા આહ્વાન કરેલ “આત્મનિર્ભર ભારત અને “સ્થાનિક ઉત્પાદિત ચીજવસ્તુઓનો ઉપયોગએ આ બધા કાર્યક્રમોનું કેન્દ્રબિંદુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.