- બેફામ ઇકો ચાલકે હિતેન ટીલવાને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના ખાસ કરીને ચોટીલા રાજકોટ હાઇવે અથવા ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે અને લોકોના જીવ પણ અકસ્માતમાં હોમાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે ઉપર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક યુવકનું મોત નીપજવા પામ્યું છે કે જે રાજકોટ શહેર યુવા ભાજપના પ્રમુખના ભાઈ હિતેશભાઈ ટીલવાનું મોતની નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા હાઇવે ઉપરથી હિતેશભાઈ ટીલવા ચાલીને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર ચાલકે હિતેશભાઈ ટીલવાને હડફેટે લીધા હતા. હિતેશભાઈ ટીલવાને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક એમ્બયુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા જો કે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારમાંશોકનું મોજુ ફરી વળવા પામ્યું છે
સાયલા-ચોટીલા હાઈવે પરથી રાજકોટ શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ કિશન ટીલવાના ભાઈ હિતેન ટીલવા પોતાનું મોટર સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઈકો કારના ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા હિતેન ટીલવાનું મોત નિપજ્યું હતું. જ્યારે ઈકો કારનો ચાલક કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે હિતેશભાઈ ટીલવાના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આ સંદર્ભે ગુનો દાખલ કરી અને પોલીસ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે અને હિતેશભાઈના મૃતદેહને પીએમ કરાવી અને પરિવારજનો ને સોંપવામાં આવ્યો છે. હાલમાં ઇકો ચાલક ફરાર છે જેની સામે ગુનો દાખલ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે ઇકોચાલકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.