કોરોના મહામારીના સમયમાં ડિજિટલ ટ્રાન્જેક્શનને વેગ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. યુપીઆઈનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ખૂબ વધી છે. આવી સ્થિતિમાં કોન્ટેકટલેસ આર્થિક વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોન્ટેક્ટલેસ એટલે કે સંપર્ક વિનાની ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. આરબીઆઈએ સંપર્ક વિનાની ચુકવણીની મર્યાદા 2000 રૂપિયાથી વધારીને 5000 કરવાની દરખાસ્ત કરી છે. રિઝર્વ બેંક ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. નવો નિયમ 1 જાન્યુઆરી 2021થી લાગુ કરવામાં આવશે.

કોરોના મહામારીના સમયમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ ખૂબ મહત્વનું છે. આ સાથે ચુકવણી પણ સલામત છે. રિઝર્વ બેંકની આ દરખાસ્તને આવકારવામાં આવી છે. સંબંધિત પક્ષકારોનું કહેવું છે કે આનાથી ડિજિટલ ટ્રાંઝેક્શનની સાથે સાથે ગ્રાહકોને સરળતા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.