ફોટોગ્રાફી એ રચનાત્મકતા અને કંઇક નવું કરવાના શોખને ઉજાગર કરે છે.
ત્યારે આજે એક એવી અંડરવોટર ફોટોગ્રાફી જોવા મળી છે જે તેની અલગ જ ફોટોગ્રાફીના કારણે ચર્ચામાં છે અને ઘણી લોકપ્રિયતા પણ મેળવી છે. જોકે આ પ્રકારની ક્રિએટિવ ફોટોગ્રાફીની સ્ટ્રેટેજીનો વિચાર કરવો પણ ખૂબ મુશ્કેલ છે આજકાલ બધાને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ હોય છે ત્યારે અંડરવોટર ફોટોગ્રાફી કરવીએ ખૂબ જ કલાત્મક કહેવાય.
અંડરવોટર ફોટોગ્રાફીને એક કલા સ્વરૂપ ગણી શકાય છે. જો કે, તે આકર્ષક અને દુર્લભ ફોટોગ્રાફિક તકો આપે છે. માછલી અને દરિયાઇ સસ્તન પ્રાણીઓ જેવા પ્રાણીઓ સાથે થયેલ આ અંડરવોટર ફોટોગ્રાફી ખૂબ જ આકર્ષક લાગે છે