હવાઇ મુસાફરો પર ગેર વર્તનના સ્તર મુજબ પ્રતિબંધ લાદવામાં આવશે
હાલ વિમાનમાં ખરાબ વર્તન કરનારા મુસાફરોની સંખ્યા વધી રહી છે. તો તેવા મુસાફરોની સામે આકરાં પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે. તો હવે નાગરીક ઉડ્ડયન મંત્રાલયના આદેશ પ્રમાણે વિમાનમાં ગેર વર્તન કરનારાની સામે ત્રણ સ્તરે પગલાં ભરવામાં આવશે જેમાં ત્રણ મહીનાથી લઇને આજીવન ફલાઇગ પર પ્રતિબંધના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સરકારના સિવીલ એવિએશન મંત્રાલયની જાહેરાત પ્રમાણે મેમ્બર્સ કે અન્ય કોઇ પ્રવાસીની સાથે અવળચંડાઇ કરવી સ્પર્શ કરવું કે પછી ગેરવર્તન કરવું એ એક ગુનો છે. જેના અલગ અલગ સ્તર પ્રમાણે ગાળા-ગાળી કરવા વાળા મુસાફરોને ૩ મહીના સુધી ફલાઇટ પરમીશન આપવામાં આવશે. નહીં. તેના બીજા સ્તર પ્રમાણે ક્રુ-મેમ્બર્સ કે અન્ય કોઇ સાથે શારીરિક ઇજા પહોંચાડનારા મુસાફરો માટે વિમાન યાત્રાના દશવાજા ૬ મહીના માટે બંધ રાખવામાં આવશે. ત્યારે ત્રિજા લેવલ પ્રમાણે વિમાનયાત્રા દરમ્યાન વિમાનને કોઇપણ નુકશાન કરશે તો આજીવન ફલાઇંગ રદ કરી દેવામાં આવશે. મતલબ કે પ્રતિબંધ લાદી દેવામાં આવશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે કોઇ મુસાફર સામે કમ્પલેઇન પાઇલોટ દ્વારા એરલાઇન્સ કમીટીને રજુ કરાયા બાદ તેની તપાસ કરવામાં આવશે. જેની સુનાવણી ૩૦ દિવસ સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદ તે મુસાફર પર સ્તર પ્રમાણે પ્રતિબંધ લાદવામાં આવશે. નાગરીક ઉડ્ડયન મંત્રાલયના રાજયમંત્રી જયંત સિન્હાએ આ મામલે જણાવ્યું હતું ક આ નિર્ણય મુસાફરોના હિત માટે જ બનાવવામાં આવ્યો છે. જેથી તેમની સુરક્ષા અને સુવિધા વધારી શકાય.