ભગવાન કરે અને હાલના સમયમાં તમારા મોબાઇલ લેપટોપ કે કોમ્પ્યુટર સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં કોઈ ખામી ન આવે. કારણ કે વકરતા કોરોનાએ મોબાઇલ ફોન, લેપટોપ, રાઉટર, બેટરી સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઓનલાઈન વેપલા પર પ્રતિબંધ લદાયો છે. ઈ કોમર્સ જયન્ટસ સહિત ઈલેક્ટ્રોનિક ચીજ-વસ્તુ વેચાણકર્તા કંપનીઓએ મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં આ નિર્ણય કર્યો છે. કંપનીઓએ જણાવ્યું કે આ ચીજ-વસ્તુઓ આવશ્યક સૂચિમાં ન આવતા તેને ઓનલાઇન વેચવા પર પ્રતિબંધિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલ દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ તેમજ મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં લોકડાઉનને કારણે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનો બંધ હોવાને કારણે લોકો ઓનલાઇન તરફ વધુ ઝુકાવ રાખી શકે છે. એવામાં ઘરે ડિલિવરી કરવા આવતા કર્મીઓ પણ કોરોના સંક્રમિત થઈ શકે છે હવે ઓનલાઈન ઓર્ડર પણ બંધ થતાં આ રાજ્યોમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવાનો ગ્રાહકો પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.
કોરોના મહામારીના આ કપરા સમયમાં હવે ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન ખરીદીમાં પણ અવરોધો ઊભા થયા છે જો તમે દિલ્હી મહારાષ્ટ્ર, ઝારખંડ કે કોવિડ-19ના સંક્રમણવાળા અન્ય રાજ્યોમા કે જ્યાં લોકડાઉન હોય તેવા વિસ્તારમાં રહેતા હોવ તો હવે જીવનજરૂરી ચીજવસ્તુઓ અને દવા અને ખોરાકની સામગ્રી સિવાય કોઈ વસ્તુ ઓનલાઈન પર નહીં મેળવી શકો. કોરોના મહામારીની પરિસ્થિતિના પગલે એપલ, સિઓમી,એચપી, ક્રોમા સહિતની અન્ય કંપનીઓએ જીવન જરૂરિયાત સિવાયનો ઓનલાઇન વેપાર બંધ કરી દીધો છે. હવે અત્યારની પરિસ્થિતિમાં જ્યારે લોકડાઉન છે ત્યાં મોબાઈલ ફોન લેપટોપ રાઉટર બેટરી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ ને ઓનલાઈન મંગાવી નહીં શકો.