આપણે જાણીએ છીએ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે MLC પદ માટે નોમિનેશન દાખલ કર્યુ હતું. પરંતુ તમને જાણીને આશ્ર્ચર્ય  થશે કે તેમની પાસે ૯૫ લાખ ૯૮ હજારની ચલ-અચલ સંપતિ છે.

યોગી આદિત્યનાથે એફિડેવિટમાં જણાવ્યું હતું કે તે ૪૯ હજારની કિંમતના સોનાના કુંડલ પહેરે છે. અને તે રિવોલ્વર પણ રાખે છે. આથી એફિડેવિટ પ્રમાણે તેમની પાસે ૯૫ લાખ ૯૮ હજારની ચલ-અચલ સંપતિ છે. તેમાં ૨૨ હજાર ‚િ૫યાના કેશ છે. યોગીની સાથે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય અને દિનેશ શર્મા ઉપરાંત સ્વતંત્ર દેવ સિંહ, મોહસિન રઝાએ પણ MLC પદ માટે નોમિનેશન ફાઇલ કર્યુ હતું.

યોગીનાથ સંપ્રદાયના સાધુ છે. આ સંપ્રદાયના સાધુ લાકડીના કુંડલ પહેરે છે. પરંતુ યોગી લાકડીના બદલે ૪૯ હજારની કિંમતના સોનાના કુંડલ પહેરે છે. આ ઉપરાંત્ તેમની પાસે ૨૬ હજારની કિંમતની સોનાની ચેઇન પણ છે. યોગી પાસે ઇનોવા અને ફોર્ચ્યુનર જેવી બે લક્ઝરી કાર પણ છે. ઇનોવાની કિંમત ૮ લાખ ૭૨ હજાર ૧૨૩ ‚પિયા અને ફોર્ચ્યુનરની કિંમત ૧૩ લાખ ૧૧ હજાર ૪૩૫ ‚પિયા આંકવામાં આવી છે.

આ ઉપરાંત યોગી રિવોલ્વર અને રાઇફલ પણ રાખે છે. આ રિવોલ્વરની કિંમત એક લાખ ‚પિયા અને રાઇફલની કિંમત ૮૦ હજાર ‚પિયા છે. યોગી પાસે કોઇ જમીન નથી પરંતુ દિલ્હી, ગોરખપુરની બેંકમાં ડિપોઝિટ, નેશનલ સેવિંગ સ્કીમ્સ અને વિમા પોલીસ દ્વારા ૭૧,૨૫,૪૯૫ ‚પિયા છે. દિલ્હીની સીબીઆઇ બેંકમાં યોગીના એકાઉન્ટમાં ૩૭.૯૪ લાખ અને ગોરખપુરની ૪ બેંકોમાં અંદાજે ૧૦ લાખ ‚પિયા જમાં છે. જ્યારે ૨૨.૫૭ લાખ નેશનલ સેવિંગ્સ સ્કીમમાં અને ૬૮,૦૦૦ ‚પિયા પોસ્ટલ સેવિંગ્સમાં રોક્યા છે.ઉલ્લેખનીય છે કે યોગી આદિત્ય નાથે વર્ષ ૨૦૦૪માં પોતાની સંપતિ ૯.૬ લાખ ‚પિયા જાહેર કરી હતી. ૨૦૧૪ લોકસભા ચુંટણી સમયે તેઓએ પોતાની સંપતિ ૭૧.૯૭ લાખ ‚પિયા જાહેર કરી હતી. યોગી આદિત્યનાથ પાંચ વખત સાંસદ બન્યા છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય પાસે પણ એક લાયસન્સ વાળી રિવોલ્વર અને રાયફલ છે. ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા પાસે પણ એક રિવોલ્વર છે તેની સંપતિ ૨૩ કરોડ ‚પિયાની છે. જ્યારે કેશવ પ્રસાદે જણાવ્યું છે કે તેઓ ૨ કરોડ ૨૨ લાખ ‚પિયાના કરજદાર છે.

મંત્રી મોહસિન રઝાની પાસે ૫૪ લાખ ૫૧ હજાર ‚પિયાની સંપતિ છે. સ્વતંત્ર દેવ સિંહે પોતાની પાસે ૨૧ લાખ રૂ૫યાની સંપતિ છે. તેવુ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.