હાલમાં સોશિયલ મિડિયામાં પોલીસ અધિકારીઓ પોતાના હાથમાં હસતી બાળકીને લઇ હસ્તા દેખાય તેવી તસવીર વાયરલ થઇ છે આ તસ્વીરમાં ચાર મહિનાનું બાળક ફૈઝાન અને હૈદરાબાદના નામ પલ્લી વિસ્તારના એસ એચઓ આર સંજય કુમાર એકબીજાને જોઇ હસી રહ્યા છે.
આ હાસ્યની પાછળની હકીકત જાણી આપ આ પોલીસ કર્મીઓને કરશો સલામ, તેલગણાની રાજધાની હૈદરાબાદમાં બાળકનું અપહરણ થઇ ગયુ હતું અપહરણ કર્તાઓના ચંગુલમાંથી પોલીસે આ બાળકને બચાવ્યુ છે. અપહરણ સમયે આ બાળક તેની માતા સાથે ફુટપાથ પર સુતુ હતુ પરંતુ આ પલ્લી પોલીસની તાત્કાલીક કામગીરીના કારણે બાળકને ૧૫ કલાકમાં અપહરણ કર્તાઓના ચંગુલમાંથી મુક્ત કરાવવામાં આવ્યું હતું.
પોલીસની સોશિયલ મિડિયામાં ખુબ જ સરાહના થઇ રહી છે.
આ બાળકનું નામ ફૈઝાન ખાન છે. તેની માં નું નામ હમીરા બેગમ (૨૧) ભીખમાંગીને તેનુ અને બાળકનું ગુજરાન ચલાવતી હતી અને ફુટપાથ પર સુતી હતી આ સંબંધમાં પોલીસે ૪૨ વર્ષના મોહમદ મુસ્તાક અને ૨૫ વર્ષના મોહમદ યુસુફને પકડી લેવામાં આવ્યા છે પોલીસ તપાસમાં બાળકો વેચી મારવાની ગેંગ સક્રિય હોય તેવુ બહાર આવ્યુ છે.