કુદરતની કમાલ ગણવી કે પછી કોઇજાતની ટ્રીક ? ઇન્ડોનેશિયાની આ ઘટનાં તમે જાણશો તો અચરજમાં મુકાઇ જશો. ૧૪ વર્ષના છોકરો બે વર્ષથી ઇંડા મુકવાની પ્રક્રિયા કરી રહ્યો છે. ઇન્ડોનેશિયાનાં એકમાંથી દિમાગ વિચારે ચડી જાય એવી ઘટનાં સામે આવી છે. તે ઘટનાંને પગલે ડોક્ટરો પણ અચંબામાં છે.

છેલ્લાં બે વર્ષનાં સમયગાળાથી આ છોકરો ઇંડા આપે છે. અને ૨ વર્ષની અંદર વીસ ઇંડા આપી ચુક્યો છે. રુબરુ નજરથી ઇંડાને નિહાળી ડોક્ટરો પણ હેરાનગતિ અનુભવે છે. ડોક્ટરોનું કહેવું છે, “આ ઘટનાં દરેક સામાન્ય વ્યક્તિનાં શરીરમાં બનતી નથી. કઇ રીતે આ શક્ય બને છે એ અમારે પણ જાણવું રહ્યું

અકમલ અને તેનાં પરિવારનો દાવો છે કે હોસ્પિટલની અંદર એક્સ-રે પણ કરાવ્યાં, તેમાં ડોક્ટરોને કાંઇ સમજમાં આવતું નથી. ખાસ તો ડોક્ટરોની નજર સમક્ષ તેમણે ઇંડા આપ્યા જેથી ડોક્ટરનો સ્ટાફ વિચારતો થઇ ગયો. ડોક્ટરોની ટીમેએ છોકરાએ આપેલ ઇંડાને લેબોરેટરીમાં પરીક્ષણ પણ કર્યુ. બાદમાં એ ઇંડાને ફોડીને જોયું તો તે સંપૂર્ણ રીતે સફેદ હતું. એ ઇંડાની અંદર કોઇ જ પ્રકારનો પીળો ભાગ ન હતો.

માનવશરીર સાથે બનતી આવી નવીન ઘટનાં જાણી દેશ-દુનિયાનાં માણસો અચરજ પામ્યાં છે. આખરે કેવી રીતે શક્ય ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.