બાળક જ્યારે જન્મે છે ત્યારના બે કલાકની અંદર તેને માતાનું દૂધ આપવું જરૂરી છે જે તેની રોગપ્રતિકારક શક્તિને વધારે છે, આ ઉપરાંત ડોકટરનું પણ કહેવું એ જ છે કે બાળકના શરૂઆતના છ મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન કરવવાવું જોઈએ જે બાળકના સ્વાસ્થય માટે ખૂબ ઉપયોગી નિવડે છે. પરંતુ અહી કઈક એવું કહેવાનું છે જેનાથી તમને આશ્ચર્ય થયા વગર નહીં રહે.
સ્તનપાનનું દૂધ માત્ર બાળકા માટે જ નહીં પરંતુ આ લોકો માટે પણ ખૂબ સ્વસ્થ્યપ્રદ છે. જી હા આ વાત એકદમ સાચી છે કે માતાનું દૂધ બાળક સિવાય પણ કેટલાક એવા લોકો માટે ગુણકારી છે જેના માટે તેઓ બ્રેસ્ટ મિલ્ક ખરીદી પણ રહ્યા છે. વાત કરી રહી છું એવા લોકોની જે લોકો બોડીબિલ્ડિંગ માટે એકસરસાઈઝ કરતાં હોય અને વેઇટ લિફ્ટિંગ કરતાં હોય છે.
આ પ્રકારે જે લોકો ભારે કસરત કરતાં હોય છે અને વજન ઊચકતા હોય તેને વધુ પોષકતત્વો યુક્ત આહારની જરૂરત હોય છે જે તેના હડકને પણ મજબૂત બનાવવા સક્ષમ હોય જેના માટે તેઓ બ્રેસ્ટ મિલ્કનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
આ લોકો બ્રેસ્ટ મિલ્ક ખરીદે છે ક્યાથી…???
હજુ ભારતમાં તો આ બાબતના કોઈ એંધાણ નથી દર્શયા પરંતુ વિદેશમાં આ બેટને લોકોએ આવકારી છે જેના માટે સ્ત્રીઓને જે વધારનું બ્રેસ્ટ મિલ્ક આવતું હોય છે તેવી સ્ત્રીઓ ઓનલાઈન તેનું ટ્રેડિંગ વેઇટ લિફ્ટર સાથે કરી રહી છે.
આ ઉપરાંત આબરેસ્ટ મિલ્ક એવા નવજાત શિશુઓ માટે પણ વેચવામાં આવે છે જે બાળક તેના સમય કરતાં પહેલ જન્મી ગયું હોય એટલે કે પ્રીમેચ્યોર હોય અને તેનું સ્વાસ્થય સામાન્ય બાળક કરતાં થોડું નબળું હોય છે. જેને આ માતાનું દૂધ ખૂબ જરૂરી હોય છે. જે તેને બહારના સંકરમાંથી પણ રક્ષણ આપે છે.