આજના વ્યસ્ત જીવનમાં લોકો ફિટ રહેવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરે છે. કેટલાક યોગ કરે છે, કેટલાક જીમમાં જાય છે અને કેટલાક ઘણા અલગ અલગ પ્રકારના ડાયટ પ્લાનને ફોલો કરે છે, પરંતુ ઘણા બધા લોકો ગ્લુટોન ફ્રિ ડાયેટ પ્લાન ફોલો કરતા હોઈ છે તમને થશે ક તેનું રીઝન શું હોઈ શકે ? તો આવો જાણીએ
ઘણી બધી એવી સેલીબ્રીટીશ છે જે પોતાના જીવન કાળ દરમિયાન સૌથી વધારે ઘઉં ખાવાનું ટાળતા હોઈ છે. ખાસ પોતાના ફિગરને મેન્ટેન કરવા માટે ઘઉં નથી ખાતા હોતા. તેમાં સૌથી વધારે આ અભિનેત્રીઓ ફેમસ છે પોતાના ડાયેટ પ્લાન અને ફિગર મેયન્ટેન કરવા માટે
1 શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી કે જેમના ફિગર અને અદાઓ આજે પણ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. શિલ્પા શેટ્ટી બે બાળકોની માતા હોવા છતાં તેનું ફિગર યુવાન છોકરીને શરમાવે તેવું છે. તેનું ખાસ કારણ છે તેનો ડાયેટ પ્લાન. વાસ્તવમાં અભિનેત્રી પોતાની ફિટનેસ પર પણ પૂરેપૂરું ધ્યાન આપે છે અને યોગની મદદથી પોતાની જાતને જાળવી રાખી છે તેના જમવાની વાત કરવામાં આવે તો શિલ્પા શેટ્ટી ઘઉંના બદલે જુવારના લોટની રોટલી ખાય છે. કારણ કે તે ગ્લુટેન ફ્રી ડાયેટ પ્લાન ફોલો કરે છે. અને તે એને વજન ઘટાડવામાં મદદ કરે છે.
2 કીયારા અડવાણી
હિન્દી સિનેમામાં ફેમસ એક્ટ્રેસ કીયારા અડવાણી કે જેઓ પોતાના લુક અને સ્ટાયલને લઇને બોલીવુડની ગલીયારોમાં હર હમેશ ચર્ચામાં રહેતા હોઈ છે. કીયારાએ પોતાની ઘણી હિટ મુવી આપી છે. કિયારાએ ઘણા સમયથી ઘઉંનું સેવન કર્યું નથી. પોતાના ફિગર મેન્ટેન કરવા માટે તે કડક ડાયેટ પ્લાન ફોલો કરે છે. તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય છે. સાથે જ એક્સરસાઇઝની સાથે ડાયટ પણ ખૂબ જ જરૂરી છે.
3 હિના ખાન
એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ અને એ સિવાય ઘણી બધી ફેમસ સીરીયલમાં પોતાની આગવી અદાથી નામ કરનાર ફેમસ એક્ટ્રેસ હીના ખાન પોતાના ડાયેટ પ્લાન ને લઇને હર હમેશ ચર્ચામાં રહેતી હોઈ છે. એમાં હીના ખાને પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે માત્ર હેલ્ધી ફૂડ ખાય છે અને તેના ડાયટ ચાર્ટને ફોલો કરે છે. આટલું જ નહીં, હિના ખાન ઘઉંના લોટમાંથી બનેલી રોટલી ખાતી નથી, તે રાગીના લોટમાંથી બનેલી રોટલી જ ખાય છે.
4 એરિકા ફર્નાન્ડીઝ
એરિકા ફર્નાન્ડીઝ કે જેઓ કસૌટી જિંદગી કી માં પોતાના ફેમસ રોલ પ્રેરણાના નામે કીરાદાર ભજવી ચુકી છે અને સિવાઈ ઘણી હિટ સીરીઅલ પણ આપી ચુકી છે. કદાચ એરિકાને વર્ષો પછી પણ જોવા માં આવે તો એરિકા હર હમેશ પોતાના સેમ લુક અને સેમ બોડી ફિગર સાથે જોવા મળે છે. તે કડક ગ્લુટેન ફ્રી ડાયટ પ્લાન ફોલો કરે છે. અને પોતાના બોડીને મેનટેન કરે છે. તેણે છેલ્લા ઘણા સમયથી ઘઉંનું સેવન કર્યું નથી.
5 સુરભી ચંદના
ફેમસ ટીવી એક્ટ્રેસ સુરભી ચંદનાએ પણ પોતાની નાની દીકરી માટે ઘઉં ન ખાવાનું પસંદ કર્યું છે. મોટા ભાગે તે ઘઉંની બદલે જુવાર કે અન્ય કોઈ ધાન ખાવાનું પસંદ કરે છે તે એવું માને છે કે આ કરવાથી તેનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ હતી તમામ એક્ટ્રેસ કે જે પોતે ગ્લુટોન ફ્રિ કડક ડાયેટ પ્લાન ફોલો કરી પોતાના સ્વાસ્થ્ય ને જાળવી રાખે છે અને પોતાના ફિગરને મેન્ટેન કરે છે.