ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળે જેને ખાવાનો શોખ ના હોય,એમાં પણ જો આપણને જુદી જુદી વાનગી એક સાથે મળી જાઈ તો બધાને મોજ પડી જાઈ, પરંતુ તમે વિચારતા હશો કે જુદા જુદા શહેરની જુદી જુદી વાનગી એકમાં કઈ રીતે ? જી હા મિત્રો આજે અમે તમને એક એવી થાળી વિષે જણાવીશું જે પોતાના નામની સાથે થાળીમાં પણ અલગ વિશેષતા દર્શાવે છે,

સુરતના વી.આર.મોલમાં આ થાળીમળે છે જેનું નામ છે “બાહુબલી થાળી” આ થાળની ખાસિયત એ છે કે તેમાં  એકસાથે 40 વાનગીઓ જેમાં ગુજરાતી,કાઠિયાવાડી, રાજસ્થાની અને પંજાબી થાળીમાં જોવા મળતી વાનગીઓનું કોમ્બિનેશન તેઓ આપે છે, આમ તો બાહુબલી થાળીની સાઈઝ જોઈને જ પેટ ભરાઈ જાય પણ થાળીની કિંમત છે રૂ. ૬૯૯ જેમાં ૪ વ્યક્તિઓ તો ધરાઈને ખાઈ શકે..!!

આ મોલ માં માત્ર સુરતી બાહુબલી થાળી જ નહિ પરંતુ, ફરસાણ, ચાઇનીઝ, ઇટાલિયન, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ઓરિજિનલ ટેસ્ટ સાથે પિરસવામાં આવશે તેમજ સુરતી કેન્ટીન, થીક શેક, સ્ટ્રીટ ફુડ ઓફ ઇન્ડિયા, ફુડ કોર્ટ, સિઝવાન ટેમ્પલ, દિવાન-એ-ખાસ, સરસ સુરતી થાળી, બારબેક્યૂ રેસ્ટોરન્ટ, દમ બિરિયાનીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.

જે-તે વાનગીઓનો ઓરિજિનલ ટેસ્ટ જળવાઇ રહે એ માટે દિલ્હી, મુંબઇ, પંજાબથી પણ શેફ આવ્યા છે. આ સાથે સુરતની ટેસ્ટની સાથે હેલ્થ આપતી વાનગીઓ પણ સર્વ કરવામાં આવશે. ખાસ કરીને સુરતીઓને એક જ જગ્યાએથી દેશની વિવિધ વાનગીઓ માણવા મળે એ માટે આ મોલ શરૂ થયો છે.

સુરતમાં વી.આર.મોલ ડુમસ રોડની બરાબર બાજુમાં શરૂ થયો છે ફૂડ મોલ..જેને સુરતીઓ ક્યારેય લોસમાં નહિ જવા દે એ નક્કી છે..ત્યાં જ મળી રહેશે તમને સ્વાદના અનેક ચટાકા..! અને ત્યાં જ તો મળશે આ બાહુબલી થાળી..ભૂખ્યા પેટે જજો..અને ધરાઈને ખાજો આ બાહુબલી થાળી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.