મુંબઇમાં યોજનાર ગરબામાં ગાયક તરીકે સલમાનની પસંદગી બનેલા જયદેવ ગોસાઇ અબતકની મુલાકાતે
રાજકોટના ગાયક જયદેવ ગોસાઇનો માઁ નો ગરબો રે….. આવતીકાલે યુ ટયુબ ઉપર ટી સીરીઝની ચેનલમાં રીલીઝ થવા જઇ રહ્યો છે. જયદેવ ગોસાઇના કાઠીયાવાડી કંઠનો જાદુ માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર વિશ્ર્વના કલા પ્રેમીઓ માણી શકશે.
આજે અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા જયદેવ ગોસાઇએ કહ્યું હતું કે, મે તથા પોમલા જૈન એ ગાયેલો માઁ નો ગરબો આવતીકાલે રીલીઝ થશે. જેમાં શ્રી કોટેચાનું ખુબ જ સારુ સંગીત છે. ડીરેકટર ભૈમિક સુચક છે. વીડીયોગ્રાફી મારા ગામ ખારીમા થઇ છે. જેમાં ભાતીગળ પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ ગરબાના લય અને તાલની વિશેષતા વર્ણવતા જયદેવ ગોસાઇએ કહ્યું હતું કે, ગરબાનું કમ્પોજીસન ભલે ગુજરાતી હોય પણ ગાયકીનો અંદાજ આસામનો છે ગરબાની રિધન આફિકન સંગીતના સ્ટાઇલની છે. હાલ ગુજરાતી લોકોના વિચાર અને માનસની ઘણા ફેમસ સોગમા પ્રેરણા લેવાઇ છે. જેનાથી ફીલ્મ સંગીત ક્ષેત્રમાં ગુજરાતી સંસ્કૃતિકની ઝકલ જોવા મળે છે.
તેમણે મુંબઇના કાંદીવલીમાં આયોજીત નવરાત્રી મહોત્સવમાં સલમાન ખાને આપેલી તક અંગે કહ્યું હતું કે લવયાત્રીના પ્રમોશન દરમિયાન સલમાનને મારો અવાજ પસંદ આવ્યો હતો. જેથી તેમણે મને આ તક આપી છે. જે બદલ હું સલમાન તેમજ રાજેશ નેગીનો ખુબજ આભારી છું. તેમણે પોતાના આગામી પ્રયાસ અંગે અબતક ને જણાવ્યું હતું કે ટી સીરીઝ અને ટાઇમ્સ જેવી ચેનલો સાથે મળી હું ગુજરાતી સંગીતને કાઠીયાવાડી અંદાજમાં નવા લય તાલમાં રજુ કરવાનો પ્રયત્ન કરીશ.