ઘણા બધા લોકોને ખબર હોતી નથી કે નારિયેરના પાણીમાં પોષકતત્વોનો સારો એવો સ્ત્રોત રહેલો છેે. જે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓમાં પણ રાહત આપે છે. આવો જાણીએ નારિયેળ પાણીના આવા જ ૭ ફાયદાઓ વિશે……

૧- નારિયેળનું પાણી કોલેસ્ટ્રોલ અને ફેટ ફ્રી હોય છે. તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

૨- ઓછી કેલેરી અને પચવામાં સરળ હોવાના કારણે નારિયેળ પાણી વજન ઘટાડવા માટે આદર્શ અને કામ કરનારુ પીણુ છે. તેમા બાયોએક્ટિવ એન્જાઇમ્સ હોય છે. જે પાચનમાં સહાયક હોય છે.

૩- ખાસ કરીને મેગ્નેશિયમની અછત હોવાના કારણે માઇગ્રેન થાય છે. એક્સપર્ટ્સની સલાહ અનુસાર નારિયેળ પાણી માઇગ્રેનના હુમલાને ઓછો કરે છેે. અને માથાના દુખાવાને પણ મટાડી દે છે.

૪- આ ઉપરાંત બ્લડ સુગરને નિયત્રિંત કરવામાં મદદ‚પ નિવળે છે. તેનાથી ઇન્સ્યુલિનની સંવેદનાશિલતા પણ સુધરે છે.

૫- આયુષ્ય સંબંધિત બિમારીઓને દુર કરવામાં પણ તે સહાયક હોય છે.

૬- નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે જે સોડિયમના નેગેટિવ અસરને સંતુલિત કરને બ્લડ પ્રેશરને ઓછુ કરે છે.

૭- નારિયેળ પાણીમાં સૌઇટોકાઇનિંગ હોય છે જેમાં શરીરને સ્ફૂર્તિ ભર્યુ રાખવાનો ગુણ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.