ફેશનના આ જમાનામાં નાનાથી માંડીને મોટા લોકો આજે પેરફેક્ટ લૂકમાં પોતાને જોવા માંગે છે તેમાં પણ જો કપડાંની વાત આવે તો આજે એ પણ સુવિધા ઉપલબ્ધ છે કે લોકો હફતેથી કપડાં લઈ શકે છે ત્યારે આજે આપણે  વાત કરીએ એક એવિ બજાર વિષે કે ત્યારની માર્કેટની કિમંત જાણીને તમે પણ ચોંકી જશો

આજે આપણે તમને એક એવા સ્થળ વિશે કહીશું જ્યાં તમને માત્ર ₹ 100માં બ્રાન્ડેડ જિન્સ મળશે. અહીં તમને બાળકો અને છોકરાઓના કપડાં ખૂબ જ સસ્તા મળી જશે. આ હોલસેલ માર્કેટ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો. અમે દિલ્હીના ગાંધીનગર બજાર વિશે વાત કરી રહ્યા છીએ. ગાંધીનગરના કાપડ બજારને દેશની અને એશિયામાં સૌથી સસ્તું બજાર કહેવામાં આવે છે. આ બજારની ખાસ વિશેષતા એ છે કે તમે દરેક બ્રાંડના કપડાં તમે અહીંથી દરેક ખરીદી શકો છો. આ બજારમાં દરરોજ લાખો રૂપિયાના વેચાય છે અને અહીં આ એક જ વ્યવસાય છે.

01india1

આ સિલમપુર મેટ્રો સ્ટેશનની પાસે આવે છે જે વેસ્ટ કાંતિનગરની પાસે આવેલ છે. અહીં જીન્સ હોય કે ટી શર્ટ બધાના 3-12 પીસ મળે છે. તમારે પણ એવી રીતે જ કપડાં ખરીદવા પડે. સિંગલ પીસ તમે ન ખરીદી શકો. આ બજારમાં જથ્થાબંધનો ભાવ કહેવામાં આવે છે. આ બજારમાં, કપડા એટલા સસ્તા હોય છે કે દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે.

આ માર્કેટમાં તમે ત્રણ શર્ટનો સેટ 140 રૂપિયામાં ખરીદી શકો છો. મતલબ કે એક શર્ટ તમને ફક્ત 46 રૂપિયાની આજુ બાજુ પડે. એ શર્ટ 15 વર્ષના છોકરા માટે હશે. એની સાથે તમને નાના બાળકોની ટી શર્ટ 120ની આજુબાજુ મળી જશે, જેમાં 3 પીસ આવશે. ટી શર્ટ તમને મોટા માટે પણ મળી જશે. સ્મોલ Xl, Xxl સાઈઝની ટી શર્ટ પણ તમે અહીંથી લઈ શકો છો. જેમની શરૂઆતી કિંમત 30 રૂપિયા હશે.Screenshot 4 2

ગાંધીનગર માર્કેટના પ્રેસિડેન્ટે જણાવ્યું કે આ માર્કેટમાં મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કપડાં બનાવાય છે. એટલા માટે માર્કેટમાં આવી અને એ લોકો એમની જરૂરિયાતના હિસાબે કપડાં ખરીદી શકે. આ માર્કેટમાં કપડાં બનાવાય છે અને બીજી ફેમસ જગ્યાઓથી કપડાં મંગાવી અને વેચવામાં પણ આવે છે. અહીં ટીશર્ટ તીરપુરથી આવે છે અને લેડીઝ ટોપ અને સુટ્સને લખનઉથી મંગાવવામાં આવે છે. અહીં લેંગહા પણ ખૂબ સસ્તા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.