રામાયણ તો બધાએ સાંભડી જ હશે અને ટીવી પર જોઇ પણ હશે.પણ શું તમે જાણો છો? કે રામાયણના રચિતા કોણ છે..? અને તેમનું જીવન કેવું હતું.? તો જાણીએ રામાયણના રચિતા મહર્ષિ વાલ્મિકીના જીવનના ચરિત્ર વિષે..
મહાન ભારતીય મહાકાવ્ય રામાયણના લેખક, વાલ્મિકી ઋષિ એક હિંદુ ઋષિ હતા.એમને કારણે જ શ્લોક સ્વરૂપ રામાયણ, મહાભારત, પુરાણો અને અન્ય કૃતિઓ જેવા મહાન મહાકાવ્યો બનેલા છે.
મહર્ષિ વાલ્મીકિનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેમના પિતાનું નામ પ્રાચેતસ હતું.આથી તેમનું નામ તેમના પિતાના નામ પાઠી રાખવામા આવ્યું હતું.તેમનું નામ પ્રચેતા હતું.તેમનું સાચું નામ રત્નાકર હતું.એક વખત તેમના માતા-પિતા તપ કરવા જંગલમાં ગયા હતા.તેમણે તેમને જંગલમાં જ મૂકી દીધા. પછીથી કોઈ ભીલ દંપતિએ તેમને જોયા અને પોતાની સાથે લઈ ગયા. તેમણે આ બાળકનું નામ વાલિયો રાખ્યું. આ દંપતીએ તેને ઉછેર્યો. તે મોટો થયો એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.તેથી તે વાલિયો લૂંટારો તરીકે ઓડખાવા લાગયો.
જીવન પરીવર્તન
વાલિયો એમ જ સમજતો હતો કે એનાં ઘરનાં લોકો એની આ કળાથી ખૂબ જ ખુશ છે. પોતે ચોરી કરીને ઘર ચલાવે છે એનાથી કોઈને વાંધો નથી. એનો આ વહેમ ત્યારે દૂર થયો જ્યારે એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતો હતો.ત્યાં એક મહર્ષિને જોઈને લૂંટનાં ઈરાદે તેની પાસે જઈ તેની પાસે જે હોય તે આપી દેવા જણાવ્યું. ઋષિએ તેને કહ્યું કે, “એક જ શરત પર તને હું મારી પાસે જે છે તે આપીશ. જેને માટે તુ પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે? જો તેઓ હા પાડશે તો તુ મને લૂંટે એનાં કરતાં હું જ તને બધું આપી દઈશ.”
વાલિયો કહે, “પણ હું પૂછવા જાઉં અને તમે અહીંથી ભાગી જાઓ તો?” ત્યારે ઋષિએ કહ્યું કે, “હું અહીં જ રહીશ. વચન આપું છું.” વાલિયો તો ગયો ઘરે અને બધાને ઋષિએ કહ્યું હતું એ મુજબ પૂછ્યું. કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.
વાલ્મિકી કેવી રીતે તેનું નામ મેળવ્યું
મહર્ષિ જ્યાં બેસીને તપ કરતા હતા વાલિયો પણ ત્યાં જ બેસીને તપ કરવા માંડ્યો. ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ નીકળી ગયા કે બેઠા બેઠા તેનાં શરીર ઉપર ઉધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી બહાર કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિઓમાં થવા લાગી.