વરસાદના આવતા યાદ,
આવી મુલાકાત આપણી,
કર્યો મે અવાજ તને,
પણ તું ક્યાં હતી હવે મારી ?
બોલી હતી તું મને,
માત્ર છે પ્રેમ તું મારો,
કહ્યું હતું ત્યારે મે તને,
તું કર બસ એક સાદ મને,
હું આવી જાવ સમીપ તારી,
તું કહેને હું ના માનું,
તો હું તારો કેવી રીતે થઈ જાવ?
તારા અતરમાં હતી ખુશબુ અનોખી,
હું કેમ થઈ જાવ દૂર તારાથી,
તારા મુખ પર હતી લાલી,
તું હતી બસ મારી જીવનની એક કળી,
કર્યા મે કેટલા પ્રયાસ તને પામવાના,
તું કેમ થઈ ગઈ દૂર મરાથી?
હું હતો માત્ર એક તારો,
તું હતી સખી એક મારી,
કેમ કરી તૂટ્યા દિલ આપડા,
કહી દે શું હતી ભૂલ મારી?
ચાલી જ્યારે ગઈ તું દૂર આ ઘરથી,
તો કેમ જીવું હું મારી જિંદગી ફરી પાછી?
તારા શબ્દો હજી મારા કાનમાં સંભળાય,
તારી વાનગીનો સ્વાદ હજી છે મારામાં,
તારા પ્રેમનો છે હજી વાસ મારા જીવનમાં,
તારી લાગણીને હજી શોધું ક્યાક મારામાં,
તું ક્યાં ચાલી ગઈ મને છોડી ?
બસ લખું તને આ એક સંદેશ હું,
તું આવીજા બસ તારો નવો પ્રેમ છોડી,
નહીં રહેવાય કહું છું બસ તને હું,
કારણ તુંજ છે ને હતી બસ મારી.
કવિ : દેવ એસ. મહેતા