હળવદ માળીયા રોડ ઉપર તુ અમારા ટ્રેકટરની ચોરી કરી ભાગતો હતો કહી યુવાનને બાંધીને 5 શખ્સોએ લમધાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. 12 માર્ચના રોજ હળવદ માળીયા રોડ ઉપર બનેલા બનાવમાં છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનથી જીરો નબરથી ફરિયાદ દાખલ થઈને આવતા હળવદ પોલીસે પાંચ શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અલસીંગભાઇ મનીયાભાઇ રાઠવા (ઉ.વ.-30, રહે. મંડલવા ડામર ફળીયુ, તા. જીલ્લો છોટા ઉદેપુર) એ આરોપીઓ વિપુલભાઇ ધનજીભાઇ પટેલ, વિપુલભાઇના કાકાનો છોકરો મનુભાઇ, સતિષભાઇ ધનજીભાઇ પટેલ, મારૂતી ફ્રન્ટીનો ચાલક, એક અજાણ્યો ઇસમ (તમામ રહે. ઇશ્વરનગર, તા હળવદ) સામે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનથી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ 12 ના રોજ હળવદ માળીયા હાઇવે એસ.આર.પેટ્રોલ પંપ સામે આરોપીઓ વિપુલભાઇ ધનજીભાઇ પટેલ તથા તેના કાકાનો છોકરો મનુભાઇએ ફરીયાદીને કહેલ કે તુ અમારા ટ્રેકટરની ચોરી કરી લઇ ભાગતો હતો.તેમ કહી ફરિયાદીની ફેટ પકડી ગાળો બોલી જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી ગડદા પાટુનો મૂઢમાર મારેલ હોય તેઓનુ ઉપરાણુ લઇ સતિષભાઇ ધનજીભાઇ પટેલ તથા બીજા બે અજાણ્યા ઇસમોએ ફરિયાદીને ગાળો બોલી દોરડા વડે ફરીયાદીના હાથ બાંધી ગેરકાયદે અટકાયત કરીયાદીને ગડદા પાટુનો મૂઢમાર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- Quick & Tasty : નાસ્તામાં ખવડાવો નીર ડોસા, આ છે સરળ રીત
- સિબિલ સ્કોર ‘0’ થાય તો લોન મળે? અરજી કરતા પહેલા જાણો
- નાના બાળકોને આ વસ્તુઓ આપવાથી પડી શકે છે તેના પર ખરાબ અસર
- ખજુરાહોની મુલાકાત લો ત્યારે આ અદભુત છુપાયેલા સ્થળોને ન ભૂલો
- શું કેળા સાથે આ ખાવાથી થઈ શકે છે મૃત્યુ..?
- હૈદરાબાદી બિરયાની ! મોંમાં પાણી આવી ગયું ને ? આ છે સરળ રેસીપી
- તહેવારોમાં બવ બધું ઠુંસ્યા પછી આ રીતે બનાવો તમારો ફિટનેસ ચાર્ટ
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો