યૂરોપના ઉત્તરી પશ્ચિમ ભાગમાં આવેલા આઈસલેન્ડની આબાદી ઘણી ઓછી છે. આ દેશનો એક મોટો ભાગ હંમેશા બરફથી ઢ્ંકાયેલો રહે છે. પરંતુ દેશમાં 32 એવા જ્વાળામુખી આવેલા છે. આઇસલેન્ડમાં 6000 બાદ જ્વાળામુખી ફાટ્યો હતો આ વિસ્ફોટ બાદ સેંકડો લોકો તેને જોવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત ત્યાં કેટલાક વૈજ્ઞાનિકોની ટીમ પણ પહોંચી હતી,જે લાવા અને જ્વાળામુખી પર રિસર્ચ કરી રહી છે. તેઓ જ્વાળામુખી ફાટી નીકળવાનું કારણ શોધી રહ્યા હતા. આ દરમિયાન, વૈજ્ઞાનિકોને ભૂખ લાગી. તેઓ પોતાની સાથે બન્સ, ચિકન સોસેજ લાવ્યો હતાં. તેણે ગરમ લાવા પર બન્સ અને સોસેજને ગ્રીલ કર્યા અને હોટડોગ બનાવ્યું. ત્યારબાદ બનમાં લગાવ્યું અને તેને ટામેટા સોસથી ખાવાનું શરૂ કર્યું.
વૈજ્ઞાનિકોનો સોસ સાથે હોટડોગ ખાતો વીડિયો વાઇરલ થયો છે. અહી,વૈજ્ઞાનિકોએ હોટડોગ બનાવવાની જે રીત અપનાવી છે, તે જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો. હોટ ડોગ બનાવવા માટે સૌ પ્રથમ સોસેજને ગ્રીલ કરવા પડે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ તેને જ્વાળામુખી પર ગ્રીલ કરવાની એક અનોખી રીત શોધી કાઢી છે.
આઇસલેન્ડના દક્ષિણપશ્ચિમમાં સ્થિત માઉન્ટ ફેગરાડેલ્સફાલ પર ચાર દિવસ પહેલાં પ્રથમ વિસ્ફોટ થયો હતો. ત્યારથી જ્વાળામુખીમાંથી સતત લાવા બહાર આવી રહ્યું છે. આ જ્વાળામુખી રેકજાવિક શહેરથી લગભગ 35 કિમી દૂર છે. આ જ્વાળામુખી છેલ્લા ચાર દિવસમાં 10 કરોડ ચોરસફૂટનો લાવા બહાર કાઢ્યો છે. ઘણી વાર લાવાના ફુવારો 300 ફૂટની ઊંચાઈ સુધી ગયો છે.
આઈસલેન્ડ યુનિવર્સિટીના જિયોફિજિસ્ટ પ્રોફેસર મેગ્નસ તુમી ગેડમંડસનએ જણાવ્યું હતું કે, આ જ્વાળામુખીમાંથી લાવા નીકળવાનું ક્યારે બંધ થાશે તેનો ચોક્કસ અંદાજો લગાડી શકાય એમ નથી. 2010 બાદ આઇસલેન્ડમાં આવી પહેલી ઘટના થઈ છે. સવાલ એ છે કે, આટલા વર્ષોથી શાંત રહેલા જ્વાળામુખી અચાનક કેવી રીતે ફાટી નીકળ્યો? આઇસલેન્ડમાં જ્વાળામુખીની ઘટનાઓ વારંવાર જોવા મળે છે. દર ચાર-પાંચ વર્ષે, એક જ્વાળામુખી મોટા પ્રમાણમાં વિસ્ફોટ થાય છે કારણ કે,એ છે કે આ દેશ સિસ્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. અહીંનો સૌથી મોટો ભૂકંપ વર્ષ 2014માં આવ્યો હતો.
વર્ષ 2014થી આઇસલેન્ડમાં દર વર્ષે 1000થી 3000 ભૂકંપ આવી ચૂક્યા છે. પરંતુ ડિસેમ્બર 2019થી ધરતીકંપની ઘટનામાં અચાનક વધારો થયો છે. વૈજ્ઞાનિકો હજી પણ આનું કારણ શોધવા માટે કામ કરી રહ્યાં છે. ગયા અઠવાડિયે જ આઇસલેન્ડમાં 18 હજાર ભૂકંપ આવ્યા છે. જેમાંથી 3000 ભૂકંપ રવિવારે આવ્યા હતા. જે વિસ્તારમાં માઉન્ટ ફેગરાડેલ્સફાલ ફાટયો હતો ત્યાં 400 ભૂકંપ આવી ચૂક્યા હતા.