દિલની સૌથી નજીક છે તું
પણ ખૂબ દૂર છે તું
માન્યું કે દૂર છે તું
પણ સૌથી ખાસ છે તું
હવે થોડો સમય જ છે તું
પણ જીવનની સૌથી ખાસ પળ છે તું
સવારની પહેલી અને રાતની છેલ્લી યાદ છે તું
ફર્ક ખાલી એટલો છે કે હવે ખૂબ ખૂબ નારાજ છે તું
હવે બસ એજ રાહ હોય છે કે ક્યારે યાદ કરે તું
હું શુંકામ કહું કે મારી જરૂરિયાત છે તું
કેમકે ખુદ સમજદાર છે તું
એક એક પળ તને યાદ કરી લઉં છું જેથી ક્યારેક તો યાદ કરે તું
ભગવાનની જેમ મળી હતી તું
જીવનમાં ખુશીઓ લાવી તું
ફર્ક ખાલી એટલો છે કે હવે ખૂબ ખૂબ નારાજ છે તું
પણ સમજાયું જ નહીં બીજાની વાતમાં કેમ આવી તું
દુનિયા કંઈ પણ બોલે મારા વિશે શું બધું માની લઇશ તું ?
જીવનની દરેક સારી પળોમાં જે વ્યક્તિ હતી શું એજ છે તું ?
– આર. કે. ચોટલીયા