ગોકર્ણ બીચ
ગોકર્ણ પશ્ર્ચિમી દરિયાઇ વિસ્તારમાં આવેલું એક નાનુ એવું મંદિર છે. ઉત્તર કન્નડ જીલ્લાનું આ બીચ કર્નાટકમાં આવેલું છે. અહીં મુખ્ય મંદિર ભગવાન શિવનું છે, જેેને મહાભળેશ્ર્વર તરીકે ઓળખવામાં આવે છે. ગોકર્ણ ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રા સ્થળોમાનું એક છે. મહાબળેશ્ર્વર ઉપરાંત અહીં કુમતા, યાના જેવા અન્ય મંદિરો પણ આવેલા છે.
કોવોલમ બીચ
કોવોલમ એટલે કે નારિયેલના ઝાડનું સમૂહ જેવુ આ બીચનું નામ છે. તેમજ બીચ પણ કોકાનટ ટ્રીથી ભરપૂર છે. કોવોલમના જ્યારે રાણી લક્ષ્મીબાઇએ ૧૯૨૦માં પોતાના બીચ રિસોર્ટનું નિર્માણ કર્યુ હતું, ત્યારે તે પ્રથમ વખત નોંધમાં લેવાયુ હતું. ૧૯૩૦માં યુરોપના મહેમાન અને ટ્રાવેન્કોર સામ્રાજ્યના શાશકે કોવલમને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાની પહેલ કરી હતી. પર્યટકો અહીં આવીને ફિશીંગ કરવાનુ વધુ પસંદ કરતા હતા. કોવાલામમાં ત્રણ બીચ આવેલા છે. લીથ હાઉસ, હવાહ અને સમુદ્ર.
ઋષિકોન્ડા બીચ
વાદળ અને પાણીનું એક ક્ષિતિજ બની જાય, અને દૂર-દૂર સુધી શાંતિ અને તાજુ વાતાવરણ મળી રહે તો તેનાથી વિશેષ શું હોય ? એવું જ છે ઋષિકોન્ડા બિચ, આંધ્રપ્રદેશમાં સ્થિત આ બીચ વિશાખાપટ્ટનમ શહેરની વચ્ચે બંગાળની ખાડીના કિનારે આવેલું છે. અહિં પણ તમે ગોવાની જેમ વોટર સ્પોર્ટ માણી શકો છો.