ભારતમાં હવે કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે, એકાએક ભારતમાં કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે. આપણે સૌ થોડા મહિના પહેલાની પરિસ્થિતીથી જાણકાર છીએ જેમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. ત્યારે ફરી કોરોનાના કેસો વધતાં આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યક્તિ માટે રૂ.50000/- ની સહાય આપવાનું જાહેર કરવામાં આવેલ છે. આ માટે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી દરેક મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.
કોરોના મૃત્યુ પામનાર વ્યક્તિને સહાય મળે તે માટે ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે મૃતકોને આ સુવિધાનો લાભ કોઈ પણ અગવડતા વગર મળે તે માટે રાજ્ય સરકારે એક અનોખુ પગલું ભર્યું છે જેનાથી સામાન્ય જનતાની મુશ્કેલીઓ ઓછી થઈ જશે. રાજય સરકાર દ્વારા મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું લોન્ચિંગ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. આ એપ્લીકેશન દ્વારા વ્યક્તિ એક માહિનામાં સહાયની રકમ મેળવી શકશે.
આ એપ્લીકેશનમાં તમારે જરૂરી પ્રમાણપત્ર મોબાઈલથી અપલોડ કરવાથી પણ માત્ર એક મહિનામાં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થશ. આ પોર્ટલનું નામ iora.gujarat.gov.in છે. જેના પર મૃતકના વારસદારો પોતાની વિગતો આપી શકશે. મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશનમાં અરજી કરવાની લિંક https://iora.gujarat.gov.in/Cov19_Login.aspx
કઈ રીતે કરશો સહાઈ માટે ઓનલાઈન અરજી
રીત:
સૌપ્રથમ મહેસૂલ વિભાગના i-ORA (https:/hors.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ. -ORA પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ coD-19 Ex-Grata Payment” પર Click કરો.
1_તમારો મોબાઇલ નંબર દાખલ કરો.સ્ક્રીન પર દર્શાવેલ સંખ્યાદર્શક મુખ્યા કોડ વાંચીને તેની નીચેના ટેક્ટબોક્સમાં દાખલ કરો. કેપ્ચા કોડ વાંચી ન શકો તો “Refresh code” પર click કરો જેથી નવો કેપ્ચા કોડ સ્ક્રીન પર જોવા મળશે.
કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ “Generate OTP પર દાખલ કરો OTP જનરેટ કરવાથી આપે દાખલ કરેલ મોબાઇલ નંબર પર વેરીફિકેશન કોડ મળશે
૬ મોબાઇલ નંબર પર મળેલ વેરીફિકેશન કોડ રેક્ટબોક્સમાં દાખલ કરી Login” પર Click કરો.
7)”Login” પર Click કર્યા બાદ મૃત્યુ પામનારની વિગતો ઓન-લાઇન ગુજરાત રાજ્ય ના “ઇ-ઓળખ પોર્ટલ પરથી મેળવવા માટે મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્રનો નંબર અને મરણ તારીખ દાખલ કરો અને મરણ પામનારની વિગત મેળવો” બટન પર Click કરો.
8)”મરણ પામનારની વિગત મેળવો” બટન પર Click કરવાથી ઇ-ઓળખ પોર્ટલ પરથી દાખલ કરેલ મરણ પ્રમાણપત્ર નંબર અને મરણ તારીખ માટે મૃત્યુ પામનારને રેકર્ડ ઓન-લાઇન મળશે અને કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટેની અરજીની વિગતો ભરવા માટેનું ફોર્મ ખુલશે.
અરજીને લગતી તમામ વિગતો ચોક્ક્સાઇ પુર્વક દાખલ કરો,
જેમાં મુખ્યત્વે
અ) કોવિડ-૧૯ થી મૃત્યુ થયેલ છે તે અંગેના આધારની વિગતો જણાવો.
એ) કોવિંડ-૧૯ થી મૃત્યુ પામનારના કાયદેસરના વારસદાર તમામ વારસદારોની વિગતો “વારસદાર ઉમેરવા”
ક) વારસદારો પૈકી જે વારસદારના નામે સહાય મેળવવાની છે. તે એક વારસદારના બેંક ખાતાની વિગતો દાખલ
9) ૧૦ અરજીને લગતી તમામ વિગતો દાખલ કર્યા બાદ “Save Application / અરજી સેવ કરવા” પર Click કરો.
10) અરજી સેવ થતા જ એક યુનિક અરજી નંબર અને દાખલ કરેલ અરજીની તમામ વિગતો સ્ક્રીન પર જોવા મળશે. આ યુનિક અરજી નંબરની યોગ્ય જગ્યાએ નોંધ કરો. આ નંબર આપને મોબાઇલ અને ઇ-મેઇલ એડ્રેસ જણાવેલ હશે તો ઇ-મેઇલ પર પણ મળશે.
11) સ્ક્રીન પર દર્શાવેલ અને આપે દાખલ કરેલ વિગતો ચોક્સાઇ પુર્વક વાંચ્યા બાદ જો કોઈ સુધારો જણાય તો “Edit Application/ અરજી વિગતો સુધારવા” પર Click કરી અરજીની વિગતો સુધારો અને ત્યારબાદ “Update Application / અરજી વિગત અપડેટ કરવા” પર Click કરી વિગતો અપડેટ કરો.
12) જો અરજીને લગતી તમામ વિગતો બરાબર હોય તો “Confirm Application / અરજી કન્ફર્મ કરવા” પર Click કરો.
અગત્યની સુચના:
13) અરજી કન્ફર્મ કર્યા બાદ. જો આપે દાખલ કરેલ અરજી વિગતો પરથી સોંગદનમું પ્રીંટ કરી નોટરી સમક્ષ સોગંદનામ કરાવા માગતા હોવ તો “Pint Computer Generated Affidavit ( અરજી વિગતોના આધારે તૈયાર થયેલ સોગદં નામં પ્રિન્ટ કરવા” પર Click કરી સોગદંનામું પ્રિન્ટ કરો અથવા નોટરી સમક્ષ વરસદારોની સંમતિ દર્શાવતુ સોગદંનામું તૈયાર કરો.
14) નોટરી સમક્ષ કરવામાં આવેલ સોગંદનામુ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટસ સ્કેન કર્યા બાદ FORA (https://lora.gujarat.gov.in) પોર્ટલ પરથી “COVID-19 Ex-Gratis Payment” = “Registered Application (દાખલ કરેલ અરજી માટે)” પસંદ કરી ખરજી નબર અને મોબાઇલ નંબર દાખલ કરવાથી કન્ફર્મ કરેલ અરજીની વિગતો મળશે.
15) Upload Docume / ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ઓપ્શનમાં જઇને અપલોડ કરવાના લીસ્ટમાં જણાવેલ ડોક્યુમેન્ટસ અપલોડ કરો
નોંધઃ- અહિ અપલોડ કરવાના ડોક્યુમેન્ટસના નામ ત્રણ કલરમાં જોવા મળશે.
અ) લાલ રંગમાં એટલે કે ફરજીયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
બ) વાદળી રંગ માં એટલે કે મરજિયાત અપલોડ કરવાના ડોક્યુંમેન્ટસ
ક) લીલા રંગમાં એટલે કે અપલોડ કરેલ ડોક્યુમેન્ટસ
૧6) દાખલ કરેલ અરજીને લગતા મુખ્ય સ્ટેપ જેવા કે અરજી સુધારવા અરજી કન્ફર્મ કરવા, સૌગદનામુ પ્રિન્ટ કરવા. ડોકયુમેન્ટ અપલોડ કરવા અને અરજી સબમીટ કરવા આ દરેક સ્ટેપ પર Regaterid Application (દાખલ કરેલ અરજી માટે ઓપ્શન પસંદ કરી યુનિક અરજી નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી જઈ શકો
17) બઘા જ ફરયાત ડોકયુમેન્ટસ અપલોડ કરવાથી Submit Applicatlon કે અરજી સબમીટ કરવા નું બટન જોવા મળશે. એકવાર સબમીટ એપ્લીકેશન કર્યા બાદ તેમાં કોઇ પણ સુધારો થઈ શકશો નહો
૧8 |submit Application અરજી સબમીટ કરવા પર ક્લિક કરવાથી આપની અરજી મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્ર પર જણાવેલ કાયમી સરનામાને લગતા કલેક્ટર મામલતદાર કચેરીમાં આગળની કાર્યવાહી માટે સબમીટ થશે આમ ઘરોમાં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે
19) અરજી નીકાલની જાણ આપને મોબાઇલ અને ઈ-મેલ મારફતે મોકલવામાં આવશે.