વધતા કોરોના કેસ સામે દિલ્હી હાઈકોર્ટનું કડક વલણ
દિલ્હીમાં દરેક વ્યકિતએ માસ્ક પહેરવું પડશે: હાઈકોર્ટનો નિર્ણય સરકારના આદેશને પડકારતી અરજી હાઈકોર્ટે કાઢી નાખી
રાજધાની નવીદિલ્હીમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવી જણાવ્યું છે કે દિલ્હીની હાલની સ્થિતિ જોતા દરેકે કોરોના માસ્ક પહેરવું જરૂરી છે. કોઈ વ્યકિત કારમાં એકલી હોય તો પણ માસ્ક પહેરવું જરૂરી છે.
બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજીની સુનાવણી દરમિયાન આ ચૂકાદો આપ્યો હતો.જસ્ટીસ પ્રતિભાસિંહે એક આદેશમાં જણાવ્યું છેકે દિલ્હીમાં દરેક વ્યકિતએ માસ્ક પહેરવું જરૂરી છે. આ આદેશ મુજબ કોઈ વ્યકિત એકલા ગાડી ચલાવતો હોય તો પણ માસ્ક પહેરવું જરૂરી છે.
અદાલતનું કહેવું છે કે જો કોઈ વ્યંકિત વાહન ચલાવતું હોય અને એક જ વ્યકિત હોય તો તે પણ એક જાહેર સ્થળ જગ્યા છે એટલે માસ્ક પહેરવું જરૂરી છે.
દિલ્હીમાં કોઈ વ્યકિત એકલીગાડી ચલાવતી હોય અને માસ્ક નહીં પહેયુર્ંં હોય તો તેને 2 હજારના દંડનો મેમો આપવામાં આવે છે. આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે આ અરજી કાઢી નાખી ઉપરોકત ચૂકાદો આપ્યો હતો.
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસ બેકાબુ બન્યો છે. અને છેલ્લા કેટલાક સમયમાં કોરોનાના 5100 કેસ નોંધાયા છે. એટલે જ હાઈકોર્ટ કડક બની છે.
દિલ્હીમાં આખો એપ્રિલ માસ રાત્રી કરફયુ
દિલ્હી સરકારે દિલ્હીમાં હવે આખા એપ્રિલ માસ સુધીરાત્રી કરફયુ લાદી દીધો છે. રાત્રીનાં 10 થી સવારના પાંચ વાગ્યાસુધી લોકોને બહાર નીકળવાની મનાઈ કરી છે.જો કોઈ વ્યકિત નોકરીએ જતો હોયકે દુકાન ખોલે તે પૂર્વે પરવાનગી લેવી પડશે. લોકડાઉન હટયા પછી લોકોએ માસ્ક પહેરવામાં બેદરકારી રાખી હતી.