દવા નહીં પરંતુ ગીત છે હતાશાનો ઉપચાર …હતાશાને દૂર કરવામાં સફળ રહેલા કેટલાક ગીતો…
માનવ જીવન અનેક વિવિધતાથી ભરેલું છે અને તેમાં સૌથી મહત્વનુ તેનું સ્વાસ્થ્ય છે જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેનો સમાવેશ થાય છે . વર્તમાન સામાની ભાગદોળ વાળી જિંદગીના કારણે કોઈને પોતાના સ્વાસ્થ્યને આપવા માટે સમય નથી હોતો. અને એમાં પણ માનસિક સ્વાસ્થ્યને કાઇ અસર થાય છે એની તો ખબર જ ના રહેતી હોય તેવી વ્યસ્તતામાં માનવી ગૂંચવાઇ ગયો છે. અને એટ્લે જ આધુનિક યુગમાં માનસિક સ્વાસ્થ્યને અસર કરતાં હતાશા, ડિપ્રેશન, તણાવ જેવા રોગો ધ્યાનમાં આવ્યા છે અને તેના ઈલાજ માટે લોકો અઢળક રૂપિયા ખર્ચી દવા લ્યે છે, તેવા સમયે એમ કહી શકાય કે દવા સિવાય એક અકષિર ઈલાજ એટલે સંગીત . સંગીત એ એક પ્રકારની થેરપી છે જે માનસિક રોગને દૂર કરવામાં કારગર નીવળી છે . સંગીત આત્માને શુધ્ધ કરે છે અને મનને તંદુરસ્ત કરે છે. એવા સમયે અનેક લોકો એવા હોય છે જેને વારે વારે મોટીવેશનની જરૂરત પડતી હોય છે તો આવો જાનીએ કેટલાક એવા ગીતો વિષે જે જીવન જીવવા માટે સકારાત્મક પ્રેરણા પૂરી પાડવા સક્ષમ છે.
આસ પાસ હૈ ખુદા…
અંજાના અંજાની ફિલ્મનુ આ ગીત છે , આસપાસ હૈ ખુદા. જેના કમ્પોઝર પ્રીતમદા અને રાહતફતેહ અલી ખાને તેનો સ્વર આપ્યો છે. ગીત એવું સૂચવે છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોવ તમારી સાથે જ બાગવાન કે ખુદા કે ગોડ જે કહો જે માનો એ તમારી સાથે છે.
જઝ્બા…
જઝ્બા ગીત સાંભળીને તમને જીવનની અરેક પારિસ્થિતિને જીવવાની અને તેને એન્જોય કરવાની પ્રેરણા મળી રહે છે. દૂ:ખ તો અનેક આવે છે પરંતુ દૂ:ખને સકારાત્મક વિચારોથી વધાવી લેવું એ આ ગીત શીખળાવે છે.
લવ યુ ઝીંદગી…
ગીતના શબ્દો જ ઘણું બધુ કહી જાય છે કે જીવનને પ્રેમ કરો પછી તમારી લાઈફ તમને ઘણું બધૂ આપે છે. જો તમે તમારી જાતને જ પ્રેમ નહીં કરી શકો તો જીવનમાં આગળ કઈ નહીં કરી શકો, અનેક એવા બનાવ બને છે જે હતાશ કરતાં હોય છે પરંતુ એમથી પણ ઘણું શીખવાનું હોય છે એને મહતવાનું ગણીને પણ જીવનને પ્રેમ કરો .
કર હર મેદાન ફતેહ..
આ ગીત ખરેખર એ વ્યક્તિ માટે છે જે ખરેખર જીવનથી હારી ગયું હોય, તેને આ ગીત એક નવી શરૂઆત કરવાની પ્રેરણા પુરી પાડે છે.