ભારત એક એવા પ્રકારનો દેશ છે જ્યાં વિવિધ ધર્મના લોકો વસે છે.બધા જ લોકોને પોતાનાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે પરંતુ સમાજમાં ઘણા એવા લોકો વસે છે જે આજે પણ ઘણી અંધશ્રદ્ધાઓમાં વિશ્વાસ કરે છે. તેમના પૂર્વજો દ્વારા ઘણી કરવામાં આવતી પ્રવૃત્તિઓને તેઓ અનુસરે છે પરંતુ તેઓ જાણતા નથી કે તેના પાછળનું તથ્ય શું છે. એવી ઘણી અંધશ્રદ્ધા છે જેના પાછળ વૈજ્ઞાનિકો કારણ હોઈ શકે છે. તો જાણીએ દંતકથાઓ પાછળનું વૈજ્ઞાનિક તથ્ય શું છે.
( ૧. ) સૂર્યાસ્ત પછી નખ કાપવા ન જોઈએ
લોકો દ્વારા માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી નખ ન કાપવા જોઈએ જો નખ કાપવામાં આવે તો જીવનમાં નિરાશા આવે છે વ્યક્તિ નિરાશાવાદી બને છે પરંતુ તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે પહેલાના સમયમાં લોકોના ઘરોમાં વીજળીનો અને પહેલાના સમયમાં લોકો પાસે નેઈલ કટર નહોતા તેથી લોકો છરી અથવા તો બ્લેડ વડે નખ કાપતા. તેથી રાતના અંધારામાં છરી અથવા તો બ્લૅડ હાથમાં લાગી ન જાય તે માટે સૂર્યાસ્ત પછી નખ કાપવાની ના પાડતા.
( ૨. ) અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવું આવશ્યક
લોકમાન્યતા એમ છે કે અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવું આવશ્યક છે નહિતર નિધન થયેલી આત્માને શાંતિ મળશે નહીં. આત્મા ભટકશે આવી વાતો લોકો દ્વારા કહેવામાં આવતું પરંતુ અંતિમવિધિમાં ભાગ લેનાર લોકો ડેડબોડીને સંપર્કમાં આવે છે. જ્યારે બોડીને બાળવામાં આવે છે ત્યારે તેના પર ઘણા બધા બેક્ટેરિયા લાગેલા હોય છે આ બેક્ટેરિયા હવા દ્વારા આપણા સંપર્કમાં આવી શકે છે આ બેક્ટેરિયા ઘરમાં લાવવા જોખમકારક બની શકે છે તેથી અંતિમ સંસ્કાર વિધિ પૂર્ણ થયા બાદ ઘરે આવીને સૌ પ્રથમ સ્નાન કરવાથી તે બેક્ટેરિયાનો નાશ થશે . આ અંતિમસંસ્કાર વિધિ પૂર્ણ થયા બાદ સ્નાન નું વૈજ્ઞાનિક કારણ છે.
( ૩.) રાતના સમયે પીપળના વૃક્ષ પાસે જવું નહિ
લોકોનું માનવું છે કે રાત્રિના સમયે પીપળાના વૃક્ષ નીચે ભૂતોનો વાસ હોય છે. રાત્રિના સમયે ભૂત ચુડેલ વગેરે આત્માઓ પરિભ્રમણ કરતી હોય છે તેથી ત્યાં જવું હિતાવહ નથી આ ફક્ત એકપ્રકારની અંધશ્રદ્ધા છે. વૈજ્ઞાનિક રીતે જાણીએ તો રાત્રિના સમયે પીપળનું જ વૃક્ષ નહિ કોઈ પણ વૃક્ષ નજીક જવું જોઈએ નહીં કારણ કે રાત્રિના સમયે વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ અંદર લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે જે માનવ શરીર માટે નુકસાનકારક છે. તેથી રાત્રે કોઈ પણ વૃક્ષોની નીચે અથવા તો પાસે જવું જોઈએ નહીં.
( ૪.) ઘરના દરવાજામાં ,વાહનોમાં અને દુકાનોમાં લીંબુ – મરચા શુ કામ લટકાવવામાં આવે છે ?
વૃદ્ધ વ્યક્તિઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે લીંબુ મરચાં ઘરના દરવાજા પર વાહનોમાં અથવા તો દુકાનોમાં લગાડવાથી ખરાબ નજરથી બચી શકાય છે અથવા તો કોઈની નજર લાગતી નથી પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે લીંબુ અને મરચાંમાં ભરપૂર વિટામિન રહેલુ છે તે લીંબુ મરચાંને ભેગા કરીને કપૂરનો દોરો બાંધીને કપાસનો દોરો વીંધવામાં આવે છે, ત્યારે કપાસ તેમના પોષક તત્વોને શોષી લે છે અને ધીમે ધીમે તેમને હવામાં બાષ્પીભવન કરે છે. આ ઉપરાંત લીંબુ અને મરચાનો સુગંધ (ગંધ) જંતુઓ અને અન્ય જીવાતોને સ્થળથી દૂર રાખે છે.
( ૫. ) માસિકસ્ત્રાવ દરમિયાન મહિલાઓને મંદિરમા પ્રવેશવા દેવામાં આવતી નથી
ભારત દેશ ની માન્યતા અનુસાર માસિકસ્ત્રાવ દરમિયાન મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતું નથી કારણકે લોકોનું માનવું છે કે માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓ અપવિત્ર બની જાય છે તેથી મંદિર જેવી પવિત્ર જગ્યામાં તેઓએ પ્રવેશ કરવો જોઈએ નહીં. પરંતુ આ સમય દરમિયાન મહિલાઓ શારીરિક રીતે અસ્વસ્થ હોય છે તેથી તેઓ મંદિરમાં થતી પૂજામાં અને યજ્ઞોમાં વધુ સમય સુધી રહેવું તેના સ્વાસ્થ્ય માટે સારું કહેવાય નહીં તેથી મહિલાઓ માટે મંદિરમાં પ્રવેશ નિષેધ હતો.