ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે .દરેક ધાર્મિક સ્થળ પોતાની કોઈક દંત કથા માટે જાણીતું હોય છે.આવી જ દંત કથાઓમાનું એક સ્થળ છે ગુજરાતમાં આવેલું ધાર્મિક સ્થળ તુલસીશ્યામ
તુલસીશ્યામ ગુજરાતમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદ પર સ્થિત છે.દંત કથાઓ દ્વારા એવું માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણએ તુલા નામના રાક્ષસનો વધ કર્યો હતો ત્યારથી તે મંદિર તુલસીશ્યામ તરીકે ઓળખાય છે.
ગુજરાતમાં આવેલા આ મંદિરમાં ગરમ પાણીના કુંડ પણ છે .લોકો દ્વારા એવું માનવામાં આવે છે કે આ કુંડમાં સ્નાન કરવાથી રોગનિવારક શક્તિ મળે છે.
શું છે તુલસીશ્યામના ઊર્ધ્વ ગુરુત્વાકર્ષણનું રહસ્ય?
દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે પોતાનાં ઊર્ધ્વ ગુરુત્વાકર્ષણ માટે જાણીતી છે.ગુજરાતનું તુલસીશ્યામ પણ ઊર્ધ્વ ગુરુત્વાકર્ષણ માટે પણ જાણીતું છે.અહીંના લોકો એમ કહે છે કે તુલસીશ્યામ જવાના રસ્તાઓ પર ગુરુત્વાકર્ષણ કામ કરતું નથી અથવા તો ગુરુત્વાર્ષણ ઉપરની દિશા ઉપર લઇ જાય છે.ત્યાં ગાડી બંધ હોય તો પણ આપોઆપ ઉપરની તરફ ચાલવા લાગે છે.
લોકવાયકા મુજબ એવું પણ જાણવા મળે છે કે આ કોઈક કાળો જાદુ છે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે કે અહીંના રસ્તાઓ અને જમીનની રચના જ એવી રીતે થયેલી છે .એવું લાગે છે કે બધી જ વસ્તુઓ ઉપરની તરફ જાય છે પરંતુ હકીકતમાં વર્ષો પહેલા ત્યાંના રસ્તાઓ જ એવી રીતે બન્યા છે. ત્યાંના આજુબાજુના વાતાવરણ અને જમીન સંરચનાને કારણે લોકોને આ ભ્રમ થાય છે અને એવું લાગે છે કે વસ્તુઓ ઉપરની તરફ ખેંચાઇ રહી છે .ત્યાંનું વાતાવરણના લીધે લોકોને જોવામાં એવો ભ્રમ થયા છે પરંતુ બધી જ વસ્તુઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જ ગતિ હોય છે.