શક્તિ પૂજાનો અનેરો અવસર એટલે નવરાત્રી મહાપર્વ. નવરાત્રી એક એવો તહેવાર છે જેમાં નવ નવ દિવસ સુધી જગદંબાના નવ‚પનું પૂજન કરવામાં આવે છે. પ્રાચીન પરંપરા મુજબ નવલા નોરતામાં ઘટ સ્થાપન અને ગરબાનું અને‚ મહત્વ રહ્યું છે. નવરાત્રીને આડે હવે જયારે માત્ર બે જ દિવસ બાકી રહ્યાં છે ત્યારે નોરતામાં અતિ મહત્વ ધરાવતા ગરબાઓને કારીગરો દ્વારા અવનવા ભાતીગળ રંગ‚પ સાથે સુશોભિત કરવાની કામગીરી પણ પૂર્ણતાના આરે છે.માતાનાં ગરબાની સજાવટને આખરી ઓપ અપાઈ રહ્યાં છે. ર્માંના વધામણા માટે કુંભાર પરિવારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગરબા સુશોભિત કરવાનું કાર્ય ચાલુ છે. નવરાત્રીના પાવન પ્રસંગે છેલ્લા ૩૦ વર્ષથી ગરબા બનાવનાર ચમનભાઈ સંચાણીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ગરબાની માંગ વધતી જાય છે. લોકો નવીનવી ભાતવાળા ગરબાઓ માંગી રહ્યાં છે. આ વર્ષે ૪૦ ‚પિયાથી લઈ ૮૦ ‚પિયા સુધીના ગરબા વેચાઈ રહ્યાં છે. ગરબામાં રંગબેરંગી ડાયમંડ, સ્ટોન, લેસપટ્ટી, મીનો સહિતની કારીગરીવાળા ગરબાની માંગ વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.