રાજકોટમાં દોઢ વર્ષથી પતિથી અલગ રહેતી પરણીતાને યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા જેથી મહીલા તેના સંતાન સાથે પ્રેમી સાથે રહેતી હતી પણ બન્ને વચ્ચે કંઇ બોલાબાલી થતા મહીલા પ્રેમીથી અલગ રહેવા જતી રહી હતી. પણ પ્રેમમાં પાગલ પ્રેમીને આ ના મઁજુર થતા મહીલાની જાણ બહાર પ્રેમીએ લીધેલા બિભત્સ ફોટાઓ વોટસએપમાં મોકલી અને કહ્યું કે, ‘તું મને છોડીને જતી રહી ને હવે તારા ફોટા વાયરલ થઇ ગયા’ ની ધમકી આપતા મહીલાએ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો નોંધાવાયો છે.

દોઢ વર્ષથી પતિથી અલગ રહેતી પરણીતા યુવક સાથે આંખ મળી ગઇ હતી

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ 19 વર્ષ પહેલા લગ્નગ્રંથીએ જોડાયેલી મહીલા જેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. દંપતિ વચ્ચે મનદુ:ખ રહેતા તે છેલા દોઢ વર્ષથી પતિથી અલગ પુત્રી સાથે રહે છે જયારે તેના બે પુત્રો પતિ સાથે રહે છે. પતિથી અલગ થયા બાદ ગાંધીગ્રામમાં રહેતો પ્રદિપ ડાયાભાઇ સિઘ્ધપુરા સાથે પરીચયમાં આવતા બન્નેમાં પ્રેમ સંબંધ બંધાયો હતો જેથી બન્ને સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ મહીલાને પ્રદિપ સાથે બોલાચાલી થતા બન્ને એક માસથી અલગ થઇ ગયા હતા પણ પ્રેમમાં પાગલ પ્રેમી પ્રદિપએ ગત તા.10ના મહીલાને તે તેના બિભત્સ ફોટા વોટસએપમાં મોકલ્યા હતા. અને અભદ્ર ભાષામાં મેસેજ કર્યો હતો. અને કહ્યું હતું કે ‘તું મને છોડીને જતી રહી છે ને હવે જો તારા ફોટા વાયરલ થઇ ગયા, હવે તું ભોગવ’ તે મહીલાને જાણ થતાં મહીલાએ સાયબર ક્રાઇમમાં ફરીયાદ કરતા પ્રદિપ વિરુઘ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.