તમે ડુંગળી કાપતા સમયે અનેકવાર જોયું હશે કે ડુંગળી પર કાળા ડાઘ દેખાય છે. જ્યારે સ્પર્શ કરવામાં આવે ત્યારે તે પાવડરની જેમ હાથ પર ચોંટી જાય છે. શું તમને ક્યારેય સવાલ થયો છે કે આ વસ્તુ શું છે અને તેને ખાવામાં કોઈ નુકસાન થાય છે કે નહીં? જાણો શું છે ડુંગળી પર લાગેલા આ કાળા ડાઘા.
કાચી ડુંગળી ખાવાથી પાચનક્રિયા સુધરે છે. તેમજ એવું માનવામાં આવે છે કે કાચી ડુંગળી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ ઉપરાંત પોટેશિયમની હાજરીને કારણે ડુંગળી હૃદયને પણ સ્વસ્થ રાખે છે અને તેના ઘણા ફાયદા છે. ત્યારે આવી સ્થિતિમાં ડુંગળી આપણા દૈનિક આહારનો એક ભાગ છે.
ડુંગળીનો ઉપયોગ લગભગ દરેકના ઘરમાં થાય છે. સામાન્ય રીતે ગ્રેવી બનાવતી વખતે ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય આપણે સલાડમાં કાચી ડુંગળી ખાઈએ છીએ અને આ સાથે જ શાકભાજી ટેસ્ટ માટે ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઘણા લોકોને તો ડુંગળી બટેકાનું શાક ઘણું પ્રિય હોય છે.
ઘણી વખત, ડુંગળી ખરીદતી વખતે અથવા ડુંગળી કાપતા સમયે, તમે જોશો કે ડુંગળી પર કાળા ડાઘ પડી ગયા છે. તેમજ આવા ફોલ્લીઓ ક્યારેક ઉપર અને ક્યારેક ડુંગળીની અંદર પણ દેખાય છે. જો તમે તેને થોડું ઘસશો તો તે દૂર થઈ જશે.
ડુંગળીમાં જોવા મળતી આ કાળી ફૂગ વાસ્તવમાં “એસ્પરગિલસ નાઈજર” છે. આ પ્રકારની ફૂગ જમીનમાં જોવા મળે છે. જો કે તેનાથી બ્લેક ફંગસ જેવી બીમારીઓ થતી નથી, પરંતુ તે આપણા શરીર માટે હાનિકારક છે. તેમજ આ પ્રકારની ફૂગવાળી ડુંગળી એલર્જીનું કારણ બની શકે છે, તો ખાસ કરીને જે લોકોને પહેલાથી જ એલર્જી હોય તેમને આ પ્રકારની ડુંગળી ક્યારેય ખાવી જોઈએ નહીં તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
આ પ્રકારની ડુંગળી ખાસ કરીને અસ્થમાથી પીડિત લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એથી, ડુંગળીના એક અથવા બે સ્તરો ખાવાનું વધુ સારું છે. તેમજ કેટલાક અભ્યાસોએ એવું પણ દર્શાવ્યું છે કે આ ફૂગ માથાનો દુખાવો, ઉબકા, પેટમાં દુખાવો, ઝાડા વગેરે જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત રેફ્રિજરેટરમાં ડુંગળી રાખવાનું પણ ટાળવું જોઈએ
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.