આજકાલ યુવતીઓ હેર સ્મૂધનિંગ અથવા રિબોન્ડિંગ કે સ્ટ્રેટનિંગ કરાવે છે. શું તમે આ ટ્રીટમેન્ટ્સ વિશે યોગ્ય જાણકારી ધરાવો છો? કે પછી ત્રણેયને એક જ સમજીને કોઇ પણ ટ્રીટમેન્ટ લઇ લો છો? આ ત્રણેય હેર ટ્રીટમેન્ટ્સમાં ઘણો ફરક હોય છે અને તેની પસંદગી પહેલાં તમારી જરૂરીયાત વિશે ચોક્કસથી જાણી લો.
હેર સ્મૂધનિંગ
આ ટેક્નિક એવી યુવતીઓ માટે બેસ્ટ છે જેમના વાળ થોડાં સ્ટ્રેટ અથવા વેવી હોય. તેની ઇફેક્ટ 2થી 4 મહિના સુધી રહે છે. ફોર્મલ્ડેહાઇડ સોલ્યૂશન લગાવવામાં આવે છે. તેના સૂકાઇ ગયા બાદ ફ્લેટ આર્યનથી વાળને સ્ટ્રેટ પોઝિશનમાં લૉક કરે છે. તેમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ તમારાં વાળને અન્ય ટ્રીટમેન્ટ્સની સરખામણીમાં ઓછું નુકસાન પહોંચાડે છે અને વાળને નેચરલ લુક આપે છે. જો તમારાં વાળ ખૂબ જ મોટાં અને કર્લી છે તો આ ટ્રીટમેન્ટ તમારાં માટે નથી.
હેર સ્ટ્રેટનિંગ
હેર સ્ટ્રેટનિંગ અને રિબોન્ડિંગમાં ફરક એ હોય છે કે સ્ટ્રેટનિંગની સરખામણીમાં રિબોન્ડિંગ વધારે લાંબા સમય સુધી ઇફેક્ટિવ રહે છે અને તે થોડી મોંઘી પણ હોય છે. જો તમારાં વાળ ખૂબ જ કર્લી છે, તો તમે રિબોન્ડિંગને બદલે હેર સ્ટ્રેટનિંગ પસંદ કરી શકો છો. આ સિવાય રિબોન્ડિંગ માટે ઘણાં સ્ટ્રોંગ કેમિકલ્સનો ઉપયોગ થાય છે. જો સ્મૂધનિંગ અને સ્ટ્રેટનિંગની વાત કરીએ તો બંનેમાં ફરક એ હોય છે કે, સ્મૂધનિંગ તમારાં વાળને નેચરલ લુક આપે છે.
હેર રિબોન્ડિંગ
આ ટ્રીટમેન્ટમાં સ્ટ્રેટનરની મદદથી હેર સ્ટ્રેક્ચરના નેચરલ બોન્ડને કેમિકલથી બ્રેક કરવામાં આવે છે. ત્યારબાદ ન્યૂટ્રિલાઇઝરથી વાળને રિબોન્ડ અને ફિક્સ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં કેમિકલ્સથી વાળના બોન્ડને બ્રેક કરીને સ્ટ્રેટ કરવામાં આવે છે અને કેમિકલ્સ વાળની અંદરના લેયર્સ સુધી જાય છે. આ પ્રોસેસમાં 5થી 6 કલાક થાય છે. ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, તેથી વાળને ઘણી કૅર અને નરિશમેન્ટની જરૂર હોય છે. તેને હંમેશા કોઇ એક્સપર્ટ પાસે જ કરાવો. આ ટ્રીટમેન્ટના થોડાં સમય બાદ વાળ કમજોર થઇ જાય છે અને હેર ફૉલની પરેશાની થઇ જાય છે