એક રિસર્ચ મુજબ એન્ડ્રોઈડ ડેટા પરમિશન વગર ૧૩ હજાર જેટલી એપ્સ એવી છે જે પ્રતિબંધ છતાં ડેટા ચોરી કરે છે
જો તમે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છો તો એવું ઘણીવાર થયું છે કે એપે તમારી પરમિશન માંગી હોય. આ પરમિશન એટલા માટે મંગાય છે કે તમે પસંદગી કરી શકો કે એપને ક્યાં ડેટાનો એકસેસ મળશે. જો કે, હવે એક રિસર્ચ ગ્રુપ દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે ડેટા પરમિશન ન આપવા છતાં કેટલીક એપ્સ એવી છે જે યુઝરના લોકેશન સહિતની જાણકારી પર નજર રાખે છે.
એન્ડ્રોઈડ ડેટા પરમિશન ડેવલપર્સને એ ડેટા એકસેસ કરવાથી રોકે છે. જેની પરમિશન યુઝર્સ પાસેથી મળી નથી. જો કે સીનેટની રિપોર્ટ પ્રમાણે ઈન્ટરનેશનલ કમ્પ્યુટર સાયન્સ ઈન્સ્ટિટયુટની એક રિસર્ચ ટીમે જણાવ્યું કે, ૧૩૨૫ એપ્સ એવી છે જે આ પ્રતિબંધો છતાં ડેટા એકસેસ કરે છે. આ જાણકારી ૮૮ હજાર એપ્સને સ્ટડી કર્યા બાદ અને તેને ટ્રેક કર્યા બાદ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક ફલેઝ એપ્સ યુઝર્સને ટ્રેક કરવા માટે ફોટો મેટા ડાટા જીઈઓ લોકેશનનો ઉપયોગ કરી રહી છે. સર્ટીફાય પોપ્યુલર ફોટો એડિટીંગ એપ આ પધ્ધતિનો ઉપયોગ કરતી ઝડપાઈ છે. ફોટાથી પીએસ યુઝર કો-ઓર્ડિનેટર્સને એકસટ્રેકટ કરીને તે પોતાના સર્વરમાં ડેટા ટ્રાસમિટ કરી લે છે જો કે કંપનીએ દાવાને ખોટો હોવાનું જણાવ્યું છે અને કહ્યું છે કે તે ગેરરીતિથી કોઈ ડેટા ચોરતું નથી.
કેટલીક એપ્સ સમાન સોફટવેર ડેવલપમેન્ટ કિટ પર બનાવેલા બીજા પ્રોગ્રામનો ઉપયોગ કરીને વિના પરમિશને જાણકારી એકત્રીત કરે છે. આ પધ્ધતિ દ્વારા તમારી નેટવર્કિંગ ચિપ અને રાઉટર, વાયરલેસ એકસેસ પોઈન્ટ, એસએસઆઈડી વગેરેને એમએસી એડ્રેસને એકસટ્રેકટ કરીને કરાય છે.
ઉલ્લેખનીય છે કે, ગુગલે આ મુશ્કેલીને તુરંત નોટ કરીને આના પર કામ કરવાનું શરૂ કર્યું છે. એન્ડ્રોઈડ ક્યુમાં ફોટો મેટાડાટા છુપાવવા સહિત કંઈ ઈશ્યુ પર કામ થઈ રહ્યું છે.