સામયની સાથે સાથે આ યુગ પણ સામાની જેમ જતો જાય છે. જીવનશ્રેણીમાં દિવસેને દિવસે પરિવર્તન થઈ રહ્યું છે. જીવિત રહેવાના સરેરાશ વર્ષો પણ ઘટતા જાય છે. પરંતુ જ્યારે તમને ખબર પડે કે દુનિયામાં એક એવું ગામ છે જ્યાં તમામ લોકોની સરેરાશ ઉંમર 90 થી 100 વર્ષ છે…! પરંતુ પ્રશ્ન એ છે કે કેવી રીતે ત્યાંના લોકો આટલા વર્ષો સુધી જીવિત રહી શકે છે… ?
વર્ષ 2017માં એક શોધ અનુસાર ઈટલીના સુદૂર ગામડાની સોધ થાઇ. આ સુદૂર ગામના 90 વર્ષ પાર કરેલા લોકો સાથે વાત કરતા ખબર પડી કે તેમનામાં એક જીદ અને ફરી ઉભા થવાનો જુસ્સો ભરેલો પડ્યો છે. ઈન્ટરનેશનલ સાયકોગેરિયાટ્રિક્સ નામની પત્રિકામાં પ્રકાશિત થયેલી આ સ્ટડીમાં 29 બુજૂર્ગ ગામવાસિયોની માનસિક-શારીરિક તબીયતનો અભિપ્રાય લેવાયો. તેમની ઉંમર 90 થી 101 વર્ષની વચ્ચે હતી.
ઈટાલીનું સિલેંટો ગામ, જ્યાંથી આ રીસર્ચ થઈ હતી, તે જગ્યા 90થી ઉપરની ઉંમરનો લોકો માટે જ જાણીતી છે. મુશ્કેલીમાંથી નીકળી આગળ વધવાનો નિર્ણય આપણી તંદુરસ્તી પર અસર કરે છે. તેનું ઉદાહરણ એમા મુરાનો પણ છે જે દુનિયાની સૌથી બુજુર્ગ મહિલા હતી. એપ્રિલ 2017માં તેમનું નિધન થયું.
એમાએ 1938 માં મુશ્કેલીઓથી ભરેલા લગ્નથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. શું તમને ખાર છે કે એમાની લાંબી ઉમરનું સાચું રહસ્ય શું હતું …? એમાની લાંબી ઉંમરનું રહસ્ય તેમની ડાયટ પણ હતું. એમાની રોજ બે કાચા ઈંડા અને ઢગલો કુકીઝ ખાતી હતી.રીસર્ચર્સે આ વડીલોને તેમની ઓછી ઉંમર (51-75) વચ્ચેના સદસ્યોની તુલના પણ કરી. શારીરિક તંદુરસ્તી તો વધુ ઉંમરવાળા લોકોની ખરાબ હતી પરંતુ માનસિક તંદરસ્તીની વાત કરો તો એત્મવિશ્વાસ અને નિર્ણય લેવામાં 90 વટી ગયેલાએ બાજી મારી. ત્યાં જ આ વધતી ઉંમરની એક હકીકત પણ છે, જે જાપાન જેવા દેશમાં જોવા મળે છે.
જાપાન એ દેશોમાં સૌથી ઉપર મનાય છે જ્યાં 100 વર્ષના વડીલોની સંખ્યા સૌથી વધુ છે. જાપાનમાં વડીલોના સમ્માનમાં 19 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય અવકાશ પણ રખાય છે. પરંતુ આટલા બધા લોકોનું લાંબી ઉંમર સુધી જીવવું દેશની આર્થિક હાલતને બગાડી પણ શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com