હાલના સમયમાં ચા એક એવું પ્રચલિત પીણું છે કે જે દુનિયામાં પીવામાં પાણી બાદ બીજા નંબરે આવે છે એટલે કે પાણી બાદ સૌથી વધુ પીવાનું પીણું ચા છે. ચા ના તો ઘણાખરા પ્રકાર અને કિસ્સા દુનિયાભરમાં પ્રચલિત છે. ગ્રીન ટી, બ્લેક ટી અથવા તો વિવિધ સ્વાદ યુક્ત ચા જેમ કે લેમનગ્રાસ ટી..

એક કપ ચા આપણા દૈનિક જીવન અને આપણી સંસ્કૃતિનો એક હિસ્સો બની ગઇ છે. ચા ના એક કપ વગર તો દિવસની શ‚આત થતી નથી. આપણે વાત કરીએ ટી બેગતો અગાઉના સમયમાં ચા ને મોટા વાસણોમાં બનાવવામાં આવતી હતી. માત્ર એક કપ ચા બનાવવી હોય તો પણ મોટા વાસણમાં જ બનતી જેમાં ચા પત્તાઓનો લચ્છો પાત્રમાં નાખી તેમાં પાણી નાખી ગરમ કરાતું. મોટા પાત્રના ઉપયોગથી એવું મનાતું કે આનાથી ચા નો ઉચવ્યય થતો બસ અહિંયા જ ટી બેગની જ‚રીયાત વર્તાઇ તો ચાલો જાણીએ, ટી બેગની આ જ‚રીયાત શા માટે ઉભી થઇ.

ટી બેગના સંશોધન પાછળ

સૌથી મોટું અને મહત્વનું કારણ જોઇએ તો તે ‘સુવિધા’ છે પોતાની સુવિધા અને ચા ની ચુસકીનો વધુ આનંદ માણવા ટી બેગ શોધાઇ આમ, ટી બેગએ લોકપ્રિયતા મેળવી અને આપણા ચા પીવાના અંદાજમાં મોટી ક્રાંતિ આવી. જો કે ટી બેગની શોધ કોણે કરી એ વિષય તો ઘણા સમયથી વિવાદાસ્પદ રહ્યો છે.

આ પ્રશ્નનો ચારો તરફ બે પ્રતિસ્પર્ધી કહાનીઓ ઘુમે છે. તેમાં એક કહાની ન્યુયોર્કના એક ચાના વેપારીની થોમસ સુલિવનનની છે. વર્ષ ૧૯૦૮માં તેણે તેના ગ્રાહકોને એક નાની રેશમની ટી બેગમાં ચા ના સેમ્પલ ગ્રાહકોને મફ્ત આપવામાં આવ્યા હતા. જેના લીધે અમુક ગ્રાહકોને એવો ભ્રમ હતો કે ચા ઉકાળવા થી બને અને ઉફાળો આવે પછી પાકે એમ આ ટી બેગમાં પણ પાણીમાં ડુબાડવાથી ઉફાળો આવતો હશે. પરંતુ તે હકીકત ન હતી આથી ગ્રાહકો તરફથી ઘણી ફરિયાદો સુલિવનને મળતી જો કે, ગ્રાહકોમાં આ રેશમની ટી બેગને લઇ અસમજંસ દુર થતા મોટાપો આ ટી બેગનો વ્યાપ વધ્યો.

હજુ એક કહાની ટી બેગનો શોધ પાછળની છે. જેમાં વર્ષ ૧૯૦૧માં એટલે કે રેશમની ટી બેગ શોધાઇએ શોધાઇ સાત વર્ષ પહેલાં બે મહિલા રોબર્ટા સી લોશન અને મેરી મોલેરેન દ્વારા ચા ની પત્તીનો ઉદ્યોગ વિકસાવ્યો હતો જે હાલ વપરાતી ગ્રીન ટી ની સાથે સરખામણી કરે છે ત્યાર બાદ ચાની પત્તી માટે એક સીવેલી પોટલી બનાવી તેમાં માપસર ચા નાખી અનેક વિધ સ્થળોએ વહેંચણી કરવાનું શ‚ કર્યુ  આમાં માપસર ચા હોવાથી ‘ચા’ની બચત થઇ અને અપવ્યપ થતો અટકયો.

આમ મોલરેન અને લોશન એમ આ બંને મહિલાઓનો ટી બેગના ઉદ્યોગ અને તેના સંશોધનના ભરપુર ફાળો રહ્યો આવી રીતે. વર્ષ ૧૯૨૦થી ટી બેગને એક આઇડીઅલ પીણાં તરીકે પ્રસીધ્ધ થઇ અને જેનાથી ચાની ચુસકીનો અનોખો આનંદ માણવા લોકો વધુને વધુ પ્રોત્સાહિત થયા. સામાન્ય રીતે આજના સમયે ચા એક મામુલી પીણું ગણીએ છીએ પરંતુ તેની પાછળનો ઇતિહાસ અને સંઘર્ષ એક અલગ જ નજરાણું દાખવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.