આપણા દેશમાં લગભગ ૭૦% લોકો એવા છે જેને વિટામિનની ઉણપ વિશે ખબર હોતી નથી જેને કારણે તેઓ અનેક પ્રકારની બિમારીઓથી પિડાય છે અને જ્યારે શરીરમાં વિટામિનની ઉણપ સર્જાય છે ત્યારે શરીરમાં કેટલાક એવા સંકેતો મલે છે જેને આપણે ઓળખવાની જરૂર પડે છે. અને તે મુજબ અમુક ખોરાક ડાયટમાં સામેલ કરવાની જરૂર પડે છે. જેથી શરીરમાંથી આ ઉણપને દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ વિટામિનની ઉણપને કારણે થતી તકલીફો વિશે….
વિટામિન – D
વિટામિન D ની ઉણપથી બાળકોમાં રિકેટ નામનો રોગ થાય છે. જ્યારે મોટી ઉંમરના લોકોને ઓસ્ટિયો પોરોસિસ નામનો રોગ થાય છે. અને જે વ્યક્તિને એસ્ટિયોપોરોસિસ હોય તેમના હાડકા વિટામિન Dની ઉણપને કારણે વધારે પોચા અને નબળા બની જાય છે. તેમજ વિટામિન- Dની ઉણપની સારવાર માટે વિટામિન D ના ઇંજેક્શન પણ આપવામાં આવે છે તથા જ‚ર જણાય તો એરેચિટોલના ઇંન્જેક્શન પણ દર્દીને આપવામાં આવે છે.
વિટામિન B -૧૨
વિટામિન B-૧૨ની ઉણપ મોટેભાગે પાણી અને ખબર જ હોતી નથી.ખોરાકમાંથી યોગ્યમાત્રામાં ન મળવાથી સર્જાય છે તેમજ માંસાહારી વ્યક્તિઓની સરખામણીએ શાકાહારી વ્યક્તિઓમાં વિટામિન ઉણપ વધારે જોવા મળે છે અને જો પેટમાં વિટામિન-૧૨ ઓબ્ઝર્વ થાય નહી તો તેને ઇન્ટ્રોન્ઝિક ફેક્ટર ડેફિશિયન્સી કહેવાય છે તેનાથી શરીરમાં લોહીની ટકાવારી ઘટી જવાથી પિર્નશિયસ એનિમિયા નામનો રોગ થાય છે. અને આવા દર્દીને વિટામિન ઇન્જેક્શન જ આપવામાં આવે છે