તમારો ઈરાદો સારો હશે તો સમસ્યાનો ઉકેલ જરૂર મળશે; વિશ્ર્વ ભારતી યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
દેશના યુવાનોમાં ભવિષ્ય બદલવાની શક્તિ છે. તમારે એ નક્કી કરવાનું છે કે, તમારે સમસ્યા હલ કરવી છે કે સમસ્યાનો ભાગ બનવું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્ર્વ ભારતી યુનિવર્સિટીના દિક્ષાંત સમારંભમાં જણાવ્યું હતું.
પશ્ર્વિમ બંગાળની ઐતિહાસિક વિશ્ર્વ ભારતી યુનિવર્સિટીના દિક્ષાંત સમારંભમાં વડાપ્રધાન મોદીએ ઓનલાઈન સંબોધન કર્યું હતું. આ સમારંભમાં વડાપ્રધાન મોદીએ ઓનલાઈન સંબોધન કર્યું હતું. આ સમારંભમાં પશ્ર્ચિમ બંગાળના રાજદીપ ધનપાડ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ નિશંક ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે જ્ઞાનની કોઈ સીમા હોતી નથી એ વિચાર સાથે જ આ વિશ્ર્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. જ્ઞાનમાં હંમેશ સુધારાની આશા હોય છે. સત્તા સ્થાને રહીને પણ સંવેદનશીલ રહેવું જરૂરી છે. એવી જ રીતે દરેક વિદ્વાને જવાબદાર રહેવું પડે છે.
જે લોકો દુનિયામાં આતંક ફેલાવી રહ્યાં છે. તેમાં ઉચ્ચ તાલીમ પામેલા શિક્ષિત લોકો પણ સામેલ છે. તમારે હવે વિચારવું, નક્કી કરવું પડશે કે તમારે સમસ્યા હળવી કરવી છે કે સમસ્યાનો ભાગ બનવું છે. જો આપણી દાનત (નીતિ) સારી રહેતો તમારા આચરણમાં કોઈને કોઈ સમાધાન મળી જ જશે.
નિર્ણય લેવાની શક્તિ ગુમાવી તો સમજો તમે યુવાન નથી: મોદી
વિદ્યાર્થીઓને પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને જણાવ્યું કે, સફળથા નિષ્ફળતા આપણું ભવિષ્ય નક્કી નથી કરતાં નિર્ણય લેવામાં કોઈને ભય લાગતો હોય તો તે આપણા માટે આફત છે. જો તમારામાં નિર્ણય લેવાની હિંમત ચાલી ગઈ હોય તો સમજો કે તમે યુવાન નથી રહ્યાં. વિદ્યાર્થીઓને અપીલ કરતા તેમણે જણાવ્યું કે તમારા જે લક્ષ્યો હોય એવા આગામી ૨૫ વર્ષના ‘વિઝન ડોક્યુમેન્ટ’ તૈયાર કરો.
‘વિશ્ર્વ ભારતી’ ભારતીય સંસ્કૃતિને ટોચ પર લઈ જવાની ‘ભાવના’ છે
વડાપ્રધાને જણાવ્યું કે, ગુરૂદેવ ટાગોરે એકતાનો જે સંદેશ આપ્યો હતો તે ભુલશો નહીં. ગુરૂદેવે આ યુનિવર્સિટીમાં ભારતના આત્માને જીવંત રાખ્યો અને ઓળખીને આગળ વધારી હતી. વિશ્ર્વ ભારતી માત્ર જ્ઞાન જ પીરસતી સંસ્થા જ નથી પણ એ ભારતીય સંસ્કૃતિને ટોચ પર લઈ જવાની ભાવના છે. ગુરૂદેવ માનતા હતા કે વિદ્યાર્થીઓ અને વિવિધ વિચારધારાઓ રહેશે પણ આપણે સૌને સાથે રાખીને ચાલવાનું છે.