Abtak Media Google News
  • મોટાભાગના રાત્રે કરાઓકેમાં એકલા કે ગ્રુપમાં ગીતા ગાતા હોય છે: છેલ્લા પાંચ વર્ષમાં તેનો ક્રેઝ ખૂબ વધ્યો છે: આજે તો તેના ગ્રુપો અને ક્લબો પણ થઇ ગઇ છે, જે દરરોજ રાત્રે ફ્રિ થઇને ગીતો ગાતા હોય છે: સામાન્ય રીતે ગાવાથી લોકો ખુશ થાય છે, અને તેના તણાવમાં ઘટાડો થાય છે
  • આંતરરાષ્ટ્રીય કરાઓકે દિવસ: ગાયેજા ગીત મિલન કે…

1971માં જાપાનનાં કોબે શહેરના સંગીતકાર ડાઇસૂકે પ્રથમ કરાઓકે મશીનની શોધ કરી હતી: દિલથી ગીતો ગાવાથી સ્વાસ્થ્ય તે ઘણો ફાયદો થાય છે: જાપાનીઝમાં ‘કરાઓકે’નો અર્થ ખાલી ઓરકેસ્ટ્રા થાય છે: અવાજ વિનાના સંગીત ટ્રેક ઉપર ગીતો ગાયને લોકો આનંદિત થઇ જાય છે

ગરીબ કે શ્રીમંતએ ખૂબ જ આનંદમાં હોય ત્યારે ગીતો ગાવા લાગે છે, ગીતો ગાવાથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે છે. આજે વિશ્ર્વ કરાઓકે દિવસ છે. વિશ્ર્વભરમાં બાળથી મોટેરા આજના દિવસે એકલા કે તેના ગ્રુપો સાથે ગીતો ગાયને તણાવમુક્ત રહે છે. આપણાં દેશમાં તો છેલ્લા દશકાથી તેનો ક્રેઝ વધ્યો છે, પણ જાપાનમાં 1971થી પ્રથમ મશીન શોધાયું ત્યારથી ત્યાં અને વિદેશોમાં તેનો ક્રેઝ છે. આપણા ભારતમાં કે આપણાં ગુજરાતમાં ઇકો સિસ્ટમ સાથેના માઇકમાં બ્લુટુથથી કનેક્ટ કરીને એકલા કે ગ્રુપમાં ગીતો ગાવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે તો તેના ગ્રુપો-ક્લબો પણ શરૂ થઇ ગઇ છે. દરરોજ જુના ગીતો ગાતા હોય છે.

કરાઓકે સિસ્ટમ ગીતો ગાતી વખતે મોબાઇલમાં શબ્દો આવે ત્યારે તમારે ગીતની લય, મેલોડી અને લિરિક્સનું પાલન કરવું પડે છે. આજે બજારમાં ખૂબ જ સારા માઇક ઉપલબ્ધ હોય છે. જેમાં બધી ફેસીલીટી જોવા મળે છે. મોટાને ગાતા જોઇને નાનકડા બાળકો પણ નવા ગીતો ગાવાની પ્રેરણા મેળવે છે. ગીતો ગાવાથી સામાન્ય રીતે માનવી ખુશ થતો હોવાથી તેના તણાવમાં ઘટાડો થાય છે. મૂળ જાપાનીઝ શબ્દ કરાઓકેનો અર્થ ખાલી ઓરકેસ્ટ્રા થાય છે. અવાજ વિનાના સંગીત ટ્રેક ઉપર લોકો ગીતો ગાય છે. આજે તો તેની વિવિધ સ્પર્ધામાં ઘણાં ડોક્ટર મિત્રો પણ ભાગ લઇને દિલથી ગાતા જોવા મળે છે. આપણે પણ સાયકલ ઉપર કે સ્કૂટરમાં જતાં હોયત્યારે ગમતું ગીત સંભળાય જાય તો ગીતો ગાવા લાગીએ છીએ. આપણાં ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ ગીતો ગાતા-ગાતા ચોકા-છક્કા લગાવતો હતો. ફિલ્મોએ આપણાં જીવન પર મોટી અસર કરી હોવાથી ગીતો આપણું જીવન બની ગયા છે.

કરાઓકેમાં જૂના ગીતો વધુ ગવાતા જોવા મળે છે. બાળથી મોટેરા સાથે મહિલાઓ પણ ગમતાં ગીતો લલકારે ત્યારે પરિવાર તાળીઓ પાડીને વધાવે છે. નવા ગીતોના શબ્દો સાથે ઉપર-નીચેનું ચઢાણ ગાયકોમાં હોવાથી મોટાભાગે નવા ગીતો ગાવાનું ઓછું પસંદ કરે છે. કરાઓકેની શોધના ઘણા વિવાદો છે, પણ ત્રણ વ્યક્તિને તેની શોધનું શ્રેય આપવું જરૂરી છે. 1967માં ઇલેક્ટ્રોનિક ફેક્ટરીના નેગેશીએ પ્રથમ મશીન શોધ્યું. બાદમાં 1971માં જાપાનના સંગીતકારે મશીન નિર્માણ કર્યું હતું. 1975માં રોબર્ટોડેલે ‘સિંગ-અલોંગ’ સિસ્ટમની શોધ કરીને તેને એકમાત્ર મશીન પેટન્ટ કરાવી હોવાથી આજે ફિલિપાઇન્સમાં કરાઓકેની લોકપ્રિયતા ખૂબ જ જોવા મળે છે. ફિનલેન્ડમાં 2003થી કરાઓકેની વર્લ્ડ ચેમ્પિયનશીપ શરૂ થયેલ હતી. જેમાં વિશ્ર્વના 30 દેશોમાંથી કલાકાર જોડાયા હતા. કરાઓકે ટ્રેક વાસ્તવમાં મૂળ ગીતનું પુન: ઉત્પાદન છે. આજે તો ઘર-ઓફિસ કે પરિવારના મેળાવડા કે બહાર ફરવા ગયા હોય ત્યાં ગમે ત્યાં તે માઇકના ઉપયોગથી તમારા આનંદમાં વધારો કરી શકો છો.

કરાઓકેમાં ગીતો ગાવાથી તમારે વિચારવું પડતું હોવાથી તે તમારા મગજને ઉત્તેજીત કરે છે. તમારા મગજના ચેતાકોષોમાં પણ પ્રવૃત્તિનું કારણ બનતા ભાવનાત્મક, શારીરીક અને મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિને એક સાથે લાવે છે. આનાથી સૌથી મોટો ફાયદો તમને તણાવમુક્ત બનાવે છે અને ખુશી-ઉર્જા-ઉત્સાહનો સંચાર કરે છે. તમને ગમતી ધૂન સાથે ગીતો ગાવાથી તમારા ધબકારા ધીમા થઇ જાય છે. તમારા ભાવનાત્મક જોડાણ હોય તેવા ગીતો જ તમે ગાવાનું પસંદ કરો છો, તેથી તે તમારી લાગણીઓ બતાવવામાં મદદ કરે છે. સતત ગાવા કે પ્રેક્ટીસને કારણે ઘણા બાથરૂમ સિંગરો સારા ગાયક બની ગયા છે. બધાની વચ્ચે ગીતો ગાવાથી તમારો સ્ટેજ ફિચર પણ દૂર થઇ જાય છે. ગાયકીમાં સતત બદલાવને કારણે લોકોને તમારો અવાજ ગમવા લાગે ત્યારે તમારી પ્રતિભા નિખરી ઉઠે છે. સતત પ્રેક્ટીસને કારણે તમારી યાદશક્તિમાં સુધારો થાય છે.

આજનો દિવસ ગીતો ગાવાના શોખીન લોકોનો આત્મવિશ્ર્વાસ વધારવા માટે પણ એક મનોરંજક પ્રવૃત્તિનું સ્ટેજ પુરૂં પાડે છે. ઘણા યુવાનો તો રોકસ્ટારના અંદાજમાં ગાતા હોય ત્યારે મિત્ર-વર્તુળ પૈસા પણ ઉડાડે છે. કરાઓકેથી ગાવાની પાપા પગલી કરીને ઘણા સિંગરો ટીવી કે સ્પર્ધામાં વિજેતા પણ બન્યા છે. આ એક મનોરંજન પ્રવૃત્તિ હોવાથી માઇક્રોફોન પકડીને ગાવાનો રોમાંચ છે. કરાઓકે ઇતિહાસ માત્ર પાંચ દાયકા જૂનો છે, પણ આજે વિશ્ર્વભરમાં લોકો તેના દિવાના છે. ઓરકેસ્ટ્રા હડતાલ પર ગઇને “કરાઓકે” શોધ થયાનું જાણવા મળે છે. કરાઓકે એક સંગીતકારે શોધ કરીને મશીન જ સંગીત વગાડે એવું કર્યું. જેથી કોઇની જરૂર ન પડે, વ્યક્તિ એકલો પણ ગાય શકે. કરા અને ઓકેના સંયોજનથી બનેલ શબ્દ ખાલી અને ઓકે એટલે ઓરકેસ્ટ્રા શબ્દનો અર્થ ખાલી ઓરકેસ્ટ્રા થાય છે.

જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઇ તેમ તેમ કરાઓકે માણજો. ગાયન મગજ માટે તંદુરસ્ત છે, કારણ કે તે મેમરી રીટેન્શનને પ્રોત્સાહિત કરીને બહુવિધ ક્ષેત્રોને ઉત્તેજના પ્રદાન કરે છે. સ્નાયુઓના તણાવમાં ઘટાડો, હૃદ્યના ધબકારા જેવા ઘણા ફાયદાઓ આપે છે. ઘણા લોકો તો પોતાના ગીતો દ્વારા પૈસા પણ કમાવા લાગ્યા છે. કરાઓકે તે તમામ ઉંમરના લોકો પસંદ કરે છે. કોઇપણ જાતના ખર્ચ વગર ભરપૂર આનંદ મળતો હોવાથી લોકો તેના તરફ વધુ આકર્ષાયા છે. આજે સ્પર્ધાત્મક યુગમાં ઘણા કલાકારોએ સારી ચાહના મેળવી છે. ઘણાના અવાજ લત્તા, રફી, મુકેશ, કિશોર, તલત મહેમૂદ, હેમંત કુમાર, મન્નાડે વિગેરે મળતા આવતા હોવાથી લોકો તેને તે ગીતો વધુ ગવડાવે છે.

કરાઓકે’ તમારા આત્મવિશ્ર્વાસમાં કરે છે વધારો

લોકોથી ભરેલા રૂમમાં તમે ઘણી હિંમત ભેગી કરીને ગાવા ઉભા થાવ ત્યારે અને અજાણ્યા લોકોની વચ્ચે જ્યારે તમે ગીતો ગાવ ત્યારે આ પ્રક્રિયા તમારામાં તમારી શરમ અને સંકોચ પણ સતત પ્રેક્ટીસને કારણે દૂર થાય છે. ‘કરાઓકે’ આપણને સામાજીક બનવામાં મદદરૂપ થાય છે. મોટાભાગે મિત્ર-વર્તુળ-કુટુંબીજનો સાથેનો મેળાવડો ભેગો થઇને મનોરંજન માણતો હોય ત્યારે એક આસપાસ સામાજીકકરણનું વાતાવરણ નિર્માણ થાય છે અને સૌ નિજાનંદ માણે છે. તમે પ્રથમવાર ગીત ગાવ તે તમારા માટે યાદગાર ઘટના બની જાય છે. ‘કરાઓકે’ આજના યુગમાં સૌને ફરી ભેગા કરીને આનંદ કરતા કર્યા છે. જે એક શ્રેષ્ઠ બાબત છે.

ગાયેજા ગીત મિલન કે. તુ અપની લગન સે…

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.