અમદાવાદમાં સાસરું ધરાવતી અને હાલ હળવદના ટિકર ગામે પિયરમાં રહેતી પરિણીતાએ નોંધાવી ફરિયાદ
અબતક,
મેહુલ ભરવાડ, હળવદ
હળવદના ટિકર ગામે રહેતી યુવતીને અમદાવાદ ખાતે લગ્ન થયા બાદ છ મહિનામાં જ પતિ અને સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેમાં તારે દારુ તથા નોનવેજની પાર્ટી સહન કરવી પડશે અને તેના વાસણો પણ સાફ કરવા પડશે તેવું કહી પતિ અને સાસરિયાઓએ ત્રાસ આપ્યો હોવાની પરિણીતાએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ હળવદના ટિકર ગામે રહેતી અને અમદાવાદ ખાતે પરણેલી નેહાબેન સાગરભાઇ કાપડી (ઉ.વ-27) નામની પરિણીતાએ આરોપીઓ સાગરભાઇ નરેન્દ્રભાઇ કાપડી (પતિ), નરેન્દ્રભાઇ નારણદાસ કાપડી (સસરા), મીનાબેન નરેન્દ્રભાઇ કાપડી (સાસુ), કાજલબેન નરેન્દ્રભાઇ કાપડી( નણંદ), વીધિબેન નરેન્દ્રભાઇ કાપડી (નણંદ રહે-બધા થલતેજ એલ-3 અલ્જોમા ફ્લેટ ગોવર્ધન પાર્ટી પ્લોટ્ની પાછળ પદ્માવતી બંગલોજની સામે અમદાવાદની સામે મોરબીના મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી બેનને તેના લગ્ન બાદ છએક માસ પછી આરોપીઓ કહેતા કે તારે દારુ તથા નોનવેજની પાર્ટી સહન કરવી પડશે અને વાસણો સાફ કરવા પડશે. તેમ કહી અવાર નવાર ઘરકામ તેમજ અન્ય બાબતે મેણાટોણા મારી ઝઘડાઓ કરી ગાળો આપી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપ્યો હતો. મહિલા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.