1લી જુલાઈ 2018થી માંડી 31 ડિસેમ્બર 2020 સુધીના વળતર માટે અરજી કરી શકાશે
નિકાસકારોએ જુદી જુદી નિકાસ પ્રમોશન યોજનાઓ હેઠળ તેમના બાકી લેણાંનો દાવો કરવા માટે ઓનલાઇન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે તેવું સરકારે શુક્રવારે જણાવ્યું હતું.ભૂતપૂર્વ મર્ચેન્ડાઇઝ નિકાસ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ હેઠળ બાકી રિફંડનો દાવો કરવા માટે નિકાસકારો 1 જુલાઇ 2018 – 31 માર્ચ 2019 નાણાકીય વર્ષ 20 અને એપ્રિલ 1, 31 ડિસેમ્બર 2020 દરમિયાન કરવામાં આવેલી નિકાસ માટે અરજીઓ સબમિટ કરી શકે છે.
ઉપરાંત 2018-20 દરમિયાન કરવામાં આવેલી નિકાસ માટે સેવાઓ નિકાસ ભારત યોજના હેઠળ અરજીઓ દાખલ કરી શકે છે.સરકારે વિવિધ નિકાસ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ નિકાસકારોના બાકી ટેક્સ રિફંડ સામે રૂ. 56,027 કરોડ આપવાની જાહેરાત કર્યાના એક સપ્તાહ બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ કાપડ નિકાસકારો રાજ્ય અને કેન્દ્રીય કરવેરાની છૂટ હેઠળ 7 માર્ચ 2019 થી 31 ડિસેમ્બર 2020 દરમિયાન કરેલી નિકાસ માટે અરજીઓ દાખલ કરી શકે છે.જો કે 31 ડિસેમ્બર પછી વધુ અરજીઓ સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તે સમય-પ્રતિબંધિત બનશે. નોટિફિકેશન અનુસાર 16 સપ્ટેમ્બર 2021ના રાજે અથવા પછી આપવામાં આવેલા ડ્યુટી ક્રેડિટ સ્ક્રિપ્સ અથવા પ્રમાણ પત્રોની માન્યતા અવધી ઈશ્યુની તારીખથી 12 મહિનાની રહેશે.