આપણા વાળ દરરોજ કેટલીક તકલીફો સામે ઝઝૂમે છે. તેને પાર્લર અથવા બ્રાન્ડેડ પ્રોડક્ટથી પણ નહી બચાવી શકો.બ્રાન્ડેડ પ્રોડ્ક્ટ કેમિક્લ્સથી ભરપૂર હોય છે.જે વાળને નુકશાન પહોચાડે છે .આજે અમે તમારા માટે કેમિકલ્સ વગરનો ઘરેલૂ નુસખો બતાવીશું. આજે અમે તમને બટાકાની પેસ્ટ બનાવતા શીખવીશું, જે વાળની ઘણા પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરશે.
સામગ્રી
- ૩-૪ મધ્યમ આકારના બટાકા
૧ ઈંડાનો પીળો ભાગ
૧ ચમચી મધ
બનાવવાની રીત
બટાકાને છોલીને નાના ટુકડા કરો અને ત્યાર બાદ તેને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાંથી રસ કાઢી લો. ત્યારબાદ તેમાં ઇંડાનો પીળો ભાગ અને મધ ભેળવો. હવે તમારૂ હેર પેક તૈયાર થઇ ગયું. આ હેર પેકને માથાની ત્વચા અને વાળમાં લગાવીને ૩૦ મિનીટ સુધી રહેવા દો. પછી વાળને શેમ્પૂ વડે ધોઈ લો. સારા પરિણામ માટે સપ્તાહમાં બે વખત આ પેસ્ટ વાળમાં લગાવી શકો છો.