મોરબીની જનતાને ટેકસ ચુકવવા અનુરોધ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબી પાલિકા પર સતત સવાલો ઉભા થઇ રહયા હતા તેમજ અલગ અલગ વિવાદોમાં સપડાયેલી રહી છે અને થોડા સમય પહેલા જ મોરબી નગર પાલિકાને સુપર સીડ કરવામાં આવી હતી.
જ્યારે હવે મોરબી નગરપાલિકા ખાલી ખમ હોવાનું અને સ્વ ભંડોળ પેટે માત્ર 25 લાખ રૂપિયા હાથ પર હોવાનું મોરબીના ધારાસભ્ય અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વીકારી લીધું છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ લોકોને અપીલ કરતા કહ્યું છે કે લોકોને થોડી તકલીફ પડી શકે છે કેમ કે અમે કોન્ટ્રાક્ટ પર ચાલતા કામો બંધ કરીને તમામ કામ પોતાના હસ્તક લઈ રહ્યા છીએ અને પૈસા બચાવવા માટે મોરબી પાલિકા આ રસ્તો અપનાવવા તરફ આગળ વધી રહી છે જેથી પાલિકાની ગાડી પાટે ચડવામાં થોડો સમય લાગી શકે છે તો તમામ લોકોએ સહકાર આપવો જરૂરી છે અને સમયસર વેરો ભરીને લોકો પોતાની ફરજ નિભાવે તેમ જણાવ્યું હતું.