બ્યુટી અને ફેશનની પાછળ યુવતીઓ આંધળી દોટ મૂકે છે ત્યારે એક એવી ઘેલછા સેવે છે કે તે પાતળી રહે અથવા પાતળી થાય, જેના માટે ભૂખી રહે છે અથવા તો ડાએટને ચુસ્તપણે અનુસરતી હોય છે. અથવાતો કોઈને ભૂખ ઓછી લગાવી એ પણ એક બીમારી છે તેમ કહેવામા કઈ ખોટું નથી. આવી જ એક બીમારી એટલે એનેરોક્સિયા નર્વોસા નામની બીમારી જેમ લોકોને વજન ઓછો હોવા છતાં તેને જાડા હોવાના વિચારો સતાવે છે. તો આવો જાણીએ આ બીમારી વિષે …
એનેરોક્સિયા બીમારીના બે પ્રકાર હોય છે. એક એ જેમાં દર્દી પોતાનું વજન ઓછું કરવા માટે ઓછું જમતા હોય છે. અને બીજા એ જે સાવ જમવાનું જ છોડી દે છે.
આ બીમારીના કોઈ ચોક્કસ લક્ષણો નથી હોતા પણ કોઈ વ્યક્તિ શારીરિક માનસિક કે પછી સામાજિક રીતે ટ્રસ્ટ થાય ત્યારે આ બીમારીની શરૂઆત થાય છે. અને કેટલાક લોકોમાં આ બીમારી વારસાગત પણ આવે છે.
જે વ્યક્તિને આ બીમારી થયી હોય છે તેવા વ્યક્તિઓમાં મગજમાં મળી આવતા કોર્ટિસોલ નામના હોર્મોન્સનું પ્રમાણ ખુબજ વધી જાય છે અને લાગણી સાથે સંબંધિત હોર્મોન્સનું પ્રમાણ ઘટી જાય છે.
આ બિમારીનું એક સર્વસામાન્ય લક્ષણ એ છે કે જે વ્યક્તિને આ બીમારી થાય છે એ વ્યક્તિ વજન ઓછું કરવા માટે અન્ય સાધન કરતાં જમવાનું ઓછું કરવાનું શરૂ કારે છે.
શારીરિક કારણ…
જે વ્યક્તિમાં અચાનક વજન ઓછો થવા લાગે, વાળ ખારવા લાગે, નખ નબળા થવા લાગે, ચામડી સૂકી થાય, ચક્કર આવે, અને બ્લડ પ્રેસર ઓછું થાય તો સમજવું કે તે એનેરોક્સિયા નર્વોસાથી પ્રભાવિત છે.
માનસિક કારણ…
જે વ્યક્તિની યાદશક્તિ નબળી થાય, નિર્ણય લેવામાં મુશ્કેલી સર્જાય, અને ચીડિયાપણું આવે તો તે માનસિક રૂપથી આ બીમારીના શિકાર છે તેવું સમજવું.
વ્યવહારી કારણો…
ભોજનની ચિંતા અને તેમાથી મળતા પોષણ વિષેની વધુ પડતી ચિંતા, જમવામાં નાના કોળિયા લેવા, અને ભૂખ ન લાગવાનુ બહાનું આ બધા લક્ષણો પણ આ બીમારીના છે.
આ બીમારી વિષે જાણ્યા પછી એ જાણવું પણ જરૂરી છે કે જેટલી એ સામાન્ય દેખાય છે એટલી સામાન્ય નથી, તેમાં નબળાઈ આવવાથી 50% દર્દીના મૃત્યુ થાય છે તદુપરાંત કિડની, લીવર અને હાર્ટને સંબંધિત બીમારી થવાનો પણ ખતરો રહે છે. અને એટ્લે જ આ બીમારીના ઈલાજ માટે કોઈ નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ. અને વજન વધારવો એ તેનો મુખ્ય ઈલાજ છે. તેમજ એના માટે ન્યૂત્રીશન થેરપી,કૌન્સેલિંગ, ગ્રૂપ થેરપી વગેરેનો ઉપયોગ કરવો પણ હિતાવહ છે.