કોઈ પણ વ્યકિત આધાર નોંધણી માટે ફિંગરપ્રિન્ટ અને આઈરીસનો ડિજિટલ નમુનો આપવાની ના પાડી શકે નહીં: કેન્દ્રની દલીલ સાથે સુપ્રીમ સહમત

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે કોઈપણ વ્યકિતને તેના શરીર ઉપરનો પૂર્ણ હક પ્રાપ્ત નથી. કોઈપણ વ્યકિત શરીર પર પૂર્ણ દાવો કરી શકે નહીં. સરકારે આ પ્રકારની વાત સુપ્રીમને આધાર નોંધણી માટે ફિંગર પ્રિન્ટની ના પાડનારા લોકેટ પર કહી છે. કેન્દ્રએ કહ્યું કે લોકો આધાર નોંધણી માટે ફિંગરપ્રીન્ટ અને આઈરીસનો ડીજીટલ નમુનો આપવાની ના પાડી શકે નહીં.

એટોર્ની જનરલ મુકુલ રોહત્ગીએ ન્યાયાધીશોની બેંચ એ.કે.સિકરી અને અશોકભુષણને કહ્યું કે, કોઈના શરીર ઉપર પૂર્ણ અધિકારની અવધારણા એક ખોટી માન્યતા છે એવા ઘણા કાયદાઓ છે જે આ ઉપર પ્રતિબંધ લગાવે છે. આવકવેરા રિટર્નની ધારા ૧૩૯ એ.એ.ની સંવેધાનિક વેલીડીટીને ચુનોતી દેનારી અરજીના જવાબમાં કહ્યું કે આવકવેરા રિર્ટન દાખલ કરતી વખતે આધાર અનિવાર્ય છે અને આગામી ૧લી જુલાઈથી પાન નંબર માટે પણ ફરજીયાત થશે.

કેન્દ્રએ જણાવ્યું કે, આધાર એકટ પસાર થયા બાદ દરેક નાગરિકે અદ્વિતીય આઈડેન્ટી નંબર મેળવવું ફરજીયાત થઈ ગયું છે.એટર્ની જનરલે કહ્યું કે, કોઈપણ વ્યકિતને તેના શરીર ઉપર પૂર્ણ હક પ્રાપ્ત નથી. કારણકે કાયદો લોકોને આત્મહત્યા કરવા પર પ્રતિબંધ મુકે છે. તેમજ મહિલાઓને ગર્ભાવસ્થાને ઉન્નત સ્તરે સમાપ્ત કરવા પર રોક લગાવે છે. જો લોકોને શરીર પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત હોત તો તેઓ તેમના શરીર સાથે કંઈ પણ સ્વતંત્ર છે પરંતુ કાનુન આ માટેની સ્વતંત્રતા આપતું નથી. લોકો આત્મહત્યા અને નશીલા દ્રવ્યોનું સેવન કરી શકે નહીં.

એજી મુકુલ રોહત્ગીએ જણાવ્યું કે, કોઈ ક્રિમીનલ કેસમાં બ્લડ સેમ્પલ અને ફીંગર પ્રીન્ટ લેવા માટે આરોપીની સંમતિ લેવી જ‚રી નથી. ગુનાઓના કેસમાં તપાસ માટે બ્લડ સેમ્પલ અને ફીંગર પ્રીન્ટ જ‚રી છે. તેમજ ટેકસ ચોરી અને કાળાનાણાને રોકવા પાનકાર્ડને તેમાં જોડવા દ્વારા આધારનો એક ફરજીયાત અને નિવારક ઉપયોગ થાય તેમાં કશુ જ ખોટુ નથી. એજીએ ભારપૂર્વક કહ્યું કે, આધાર એકટ પસાર થયા બાદ અદ્વિતીય આઈડેન્ટી સ્કીમને સ્વૈચ્છિકમાંથી ફરજીયાત સ્વ‚પ અપાયું છે.

રોહત્ગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આધાર એકટની ધારા ૫૪, કલમ-૭ હેઠળ લોકો માટે આધારને ફરજીયાત ગણાવાયું છે. તેમજ ટેકસ ચોરી અને કાળાનાણાને નાથવા આધાર સાથે પાનકાર્ડ જોડવું જ‚રી છે. રોહત્ગીએ એ આરોપનો અસ્વિકાર કર્યો હતો કે, ફરજીયાત આધાર દ્વારા સરકાર લોકો પર દેખરેખ રાખી શકશે. આધારને ફરજીયાત બનાવવાનો મતલબ કોઈને ટ્રેક કરવાનો નથી.

કરચોરી કાળાનાણા સહિત તમામ ગરીબ લોકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે આધાર ફરજીયાત બનાવાયું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.