રાજયમાં છેલ્લા થોડા ૧૦૮ દ્વારા અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે અનેક જગ્યા કે જ્યાં પ્રસુતિ કરાવવી શક્ય નથી ત્યારે ટીમ પહોંચીને માતાની સુરક્ષિત પ્રસુતિ કરાવે છે ત્યારે વધુ એક આશ્ચર્ય જનક ઘટના સામે આવી છે જેમાં એક માતાએ ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટમાં વલસાડ જીલ્લાની છે જ્યાં બોઇસર ખાતે રહેતી મહિલા ડિલિવરી માટે ટ્રેનમાં આવી રહી હતી. તે દરમિયાન વાપી સ્ટેશનથી આગળ મહિલાને પ્રસુતિનો દુખાવો ઉપડતાં મહિલા ની ટ્રેન માંજ ડિલિવરી થઈ ગઈ હતી. જેમાં રેલ્વે તંત્ર અને 108 ની ટીમ દ્વારા તાત્કાલિક મહિલાને સારવાર આપી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મહારાષ્ટ્રની મહિલાને ટ્રેનમાં જ ઉપડી પ્રસવ પીડા !!
મહારાષ્ટ્રમાં બોઈસર ખાતે રહેતી 24 વર્ષીય સાયના નદીમ પઠાણને ટ્રેન નબર 12935 બાંદ્રા સુરત ઈન્ટરસિટીના કોચ નબર D – 2માં તેમની બહેન જોડે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી માટે આવી રહી હતી. તે અરસામાં ટ્રેન વાપી સ્ટેશન પહોંચતા સાયના બેનને પ્રસુતિનો દુખાવો ઉપડતા ચાલુ ટ્રેનમા એક બાળકને જન્મ આપ્યો હતો.
આ અંગે ની જાણ રેલ્વે વિભાગને થતાં તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર તેમજ સ્ટેશન પર ફરજ બજાવતા ડોકટરો અને વલસાડ 108 ની ટીમ દોડી આવી હતી. જેમાં 108 ની મહિલા કર્મચારી માનશીબેન પટેલ એ મહિલા ને સલામત રીતે પ્લેટફોર્મ પર સારવાર આપી હતી. જેમાં જન્મેલુ બાળક સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. અને વધુ સારવાર માટે તેમને વલસાડની સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મા વલસાડ રેલવે તંત્ર અને 108 ની ટીમ તેમજ વલસાડ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા અશફાક શેખ ની સરાહનીય કામગીરી જોવા મળી હતી.