કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અતિ ખતરનાક અને બિહામણી સાબિત થઈ છે. જેની સામે બચવા રાજ્યભરમાં “મીની લોકડાઉન” જેવા નિયમો લદાયા હતા. પરંતુ હાલ કોરોનાની બીજી લહેર અંકુશમાં આવતા રૂપાણી સરકારે નિયમોમાં છૂટછાટનો મહત્વનો વધુ એક નિર્ણય જારી કર્યો છે. જે મુજબ હવે રાત્રીના 10 વાગ્યા સુધી લટાર મારી શકાશે. જી. હા, રાત્રી કરફ્યુમાં ફરી 1 કલાકનો ઘટાડો કરવાની સરકારે જાહેરાત કરી છે. આ નવો નિયમ 27મી જૂનથી
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
7
લાગુ રહેશે.
દિવસ દરમિયાનના કડક પ્રતિબંધોમાં આંશિક રાહત આપી સરકારે હવે રાત્રી કર્ફ્યુમાં પણ લોકોને સતત રાહત આપી છે. હાલ સવારના 6 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી બહાર નીકળવાની છૂટ હતી. જેવા 9 વાગતા કે તરત જ ગમે ત્યાંથી ઘેર ભેગાં થઈ જવું પડતું હતું. પરંતુ હવે 10 વાગ્યા સુધીની છૂટ અપાઈ છે. જો કે માત્ર આ જ નહીં લગ્ન પ્રસંગે અન્ય બાબતોમાં પણ સરકારે વધુ છૂટછાટ .ની જાહેરાત કરી છે. અત્યાર સુધી રાત્રી કર્ફ્યુ રાજ્યના 36 શહેરોમાં લાગતું હતો જે હવે ઘટાડી માત્ર 18 શહેરોમાં જ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
*કયા કયા નિયમોમાં મળ્યો છુટ્ટોદોર*
• રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે
• આ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો
• આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે
• રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે
• આ ૧૮ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
• હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે
• આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
• લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે
• અંતિમક્રિયા અને દફનવિધિમાં ૪૦ લોકોને છૂટ અપાઇ
• સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે
• વાંચનાલયોની ક્ષમતાના ૬૦ ટકાને મંજૂરી અપાઇ
• GSRTCની બસોમાં ૭૫ ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ
• પાર્ક-ગાર્ડન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
• રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે