વાળ :
મનુષ્યના ચહેરાને અને સુંદર બનાવવા માટે વાળનો બહુ મોટો ફાળો છે દરેક વ્યક્તિના સ્વભાવમાં વિવિધતા હોય છે. તેમ દરેક વ્યક્તિના વાળના પ્રકાર અલગ હોય છે સામુટ્રિક શાસ્ત્ર મુજબ વ્યક્તિના વાળના આધારે તમે જાણી શકો છે વ્યક્તિનો સ્વભાવ
બે મોઢાના વાળ :
સામુદ્રિક શાસ્ત્ર મુજબ વાળના માથામાં એક વાળ હોવો શુભ છે. અને એક વાળમાંથી બીજા વાળ નીકળતા હોય તો તે વ્યક્તિનું સ્વાથ્ય્ય ખરાબ રહે છે. અને આ વ્યક્તિ બે પ્રકારની વિચારધારા ધરાવે છે. તેઓ કોઇ ચોક્કસ નિર્ણય પહોંચવવામાં અસફળ રહે છે.જેથી તેઓ સફળતા મળી શકતી નથી.
કાળાવાળ :-
જે વ્યક્તિના સંપૂર્ણ વાળ કાળા હોય તે વ્યક્તિ સ્વાસ્થ્ય, વિશ્ર્વાસ કરવા યોગ્ય થતા શક્તિશાળી હોય છે તે વ્યક્તિ અન્ય વ્યક્તિને મુશ્કેલીમાં જોઇ શકતી નથી અને દરેકને મદદ‚પ બને છે.
પાતળવાળ : –
જે વ્યક્તિના વાળ પાતળા હોય છે તે લોકો સ્વભાવ સારો હોય છે આવા લોકો પોતાના માટે ક્યારેય ચિંતા કરતા નથી
સીધા વાળ :-
સીધા વાળ ધરાવતી વ્યક્તિ સરળ, પ્રેમાળ, કલાપ્રેમી, દયાળુ હોય છે. તેમજ તે વડીલની વાત તેઓને માન આપવા માટે થઇને માનનારી હોય છે. તેમજ આ વ્યક્તિ પોતાની વાતો અને માયાળુ સ્વભાવથી લોકો તેની તરફ આકર્ષિત થતા હોય છે.
કાળા અને ચીકણાવાળા :–
કાળા, મુલાયમ, ચીકાશ ધરાવતાવાળા સ્ત્રીઓને સૌભાગ્ય, સંપતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે વ્યક્તિએ સ્વભાવે શાંત અને શાંતિ પ્રિય હોય છે.
ભૂરા વાળ :-
આ વાળ ધરાવતી વ્યક્તિ સ્વભાવ સારો હોવા છતા ભાગ્યે જ લોકો તેને પસંદ કરે અથવા તો લોકો સાથે સતત અણ બનાવ રહ્યા કરે છે.