માથું દુઃખવું, ઉબકા આવવા, શરીર તૂટવું, અથવા અચેતન થવું
આ લક્ષણોને ગંભીરતાથી લઇ તબીબને દેખાડવું ખુબજ જરૂરી !!!
માનવ શરીરમાં જે બદલાવ થતો હોય અથવા તો કોઈ એક વ્યક્તિ રોગથી પીડાતું હોય તેને જોજ સપ્તાહ પૂર્વે જ ઘણા એવા ચિન્હો સામે આવી જતા હોય છે જો તેને ઓળખવામાં આવે તો તે વ્યક્તિ આ ગંભીર રોગથી બચી શકે છે. ત્યારે બ્રેઇન ટ્યુમરની જો વાત કરવામાં આવે તો છેલ્લા દસ સપ્તાહમાં મગજના કેન્સરના લક્ષણો અનુભવી શકો છો જેમાં માથું દુખવું, ઉબકા આવવા, અથવા તો અચેતન થવું જો આ લક્ષણો થી લોકો પીડાતા હોય તો તેઓએ આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ તબીબને દેખાડવું ખુબજ જરૂરી છે.
વિશ્વમાં બ્રેન ટ્યુમર થી મૃત્યુ થવાના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે કારણકે લોકોએ આ લક્ષણોને સહેજ પણ ગંભીરતાથી લીધા નથી. અમેરિકન એસોસિએશન ઓફ ન્યુરોલોજીકલ સર્જન દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે કુલ 150 પ્રકારના બ્રેન ટ્યુમર હોય છે જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ટ્યુમર જોવા મળે છે. બંને ટ્યુમરો ના લક્ષણો એક સમાન જ હોય છે ત્યારે જે દર્શાવવામાં આવેલા લક્ષણો ની અનુભૂતિ કોઈ વ્યક્તિ દ્વારા થતી હોય તો તેની ગંભીરતા સમજી ન્યુરો ફિઝિશિયનને દેખાડવું ખૂબ આવશ્યક છે. ઘણા બ્રેન ટ્યુમર કેન્સર ને સહેજ પણ નોતરતા નથી જેને પ્રાઇમરી ગ્રીન ટ્યુમર કહેવામાં આવે છે જ્યારે સેકન્ડરી બ્રેઇન ટ્યુમર શરીરના અન્ય ભાગોમાંથી પસાર થઈ એટલે કે મગજ સુધી પહોંચે તેને સેકન્ડરી ગ્રીન ટ્યુમર તબીબી ભાષામાં કહેવામાં આવે છે.
તબીબોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ સપ્તાહની જો વાત કરવામાં આવે તો કોના વ્યક્તિત્વમાં બદલાવ આવો અથવા તો મકાનની અનુભૂતિ થવી એટલું જ નહીં શરીરનો એક ભાગ પેરાલીસીસ ગ્રસ્ત થવો અથવા જોવામાં કે બોલવામાં તકલીફ પડવી આ ચિન્હો ઘર કેન્સર થયા ના પાંચ સપ્તાહ પૂર્વના છે ત્યારે તબીબોના જણાવ્યા મુજબ આ દરેક ચિન્હો એક ચેતવણી રૂપ સાબિત થતું હોય છે જો તેની ગંભીરતા લેવામાં આવે તો આ ગંભીર રોગથી વ્યક્તિ બચી શકે છે. ન્યુરોલોજીના તબીબોના જણાવ્યા મુજબ જો માથાનો સિટી સ્કેન કરવામાં આવે સાથોસાથ બ્રેનનું એમઆરઆઇ કરવામાં આવે અથવા તો બાયોપ્સી કરાવાય તો બ્રેન ટ્યુમર છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઈ શકે છે અને લોકો આ ગંભીર બીમારીથી પણ બચી શકે છે.