કેન્દ્ર સરકાર દેશમાં રોકડ લેણ-દેણનાં સ્થાન પર ઈ-વોલેટ દ્વારા કેશલેસ ઈકોનોમી પર જોર આપી રહી છે. જોકે, આ સૌથી પહેલા જરૂરી છે કે, તમે પોતાના ડેટાને ઓનલાઈન ચોરી થવાથી બચાવવા માટેનાં કેટલાંક બેઝિક ઉપાય જાણી લો.
સામાન્ય રીતે કોઈ ખાનગી ડેટા ચોરી ઈ-મેઈલ અથવા ફેસબુક જેવા સોશિયલ મીડિયા અકાઉન્ટથી કરવામાં આવે છે. તમે પોતાના ઈન્ટરનેટ પર સુરક્ષિત રાખવા માંગો છો તો ઈમેઈલને ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશન મોડમાં રાખો. ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશન મોડની અંતર્ગત અકાઉન્ટ લોગીન કરતા જ પાસવર્ડ સાથે ટેક્સ્ટ મેસેજ અથવા ઈ-મેઈલ દ્વરા વેરિફિકેશન કરી શકાય છે.
પાસવર્ડમાં ક્યારેય પણ તે વર્ડ્સનો ઉપયોગ ન કરો જે ડીક્ષનરીમાં સરળતાથી મળી જાય છે. તેની સાથે તમે password1234 ની જગ્યાએ ‘pas1s2wo34rd’ પસંદ કરો છો તો તે વધારે સિક્યોર છે.
એવી મેસેજિંગ એપનો ઉપયોગ કરો જે એનક્રિપ્ટેડ હોય. એટલે કે, તમારા મેસેજ ઇચ્છીને પણ કોઈ ત્રીજી વ્યક્તિ ન વાંચી શકે. વ્હોટ્સઅપ અને Signal એવી બે મેસેજિંગ સર્વિસ છે જે આ સુવિધા આપે છે.
પર્સનલ કોમ્યુટરનો ડેટા પણ ઘણી હદ સુધી સિક્યોર નથી. તેથી જ હંમેશા હાર્ડ ડ્રાઈવમાં રહેલ ડેટાને ડેટા એનક્રિપશન દ્વારા સિક્યોર રાખવાની સલાહ આપે છે. તેથી જ વિન્ડો યૂઝર્સ BitLocker તેમજ એપલ મેક યૂઝર્સ FileVault નો ઉપયોગ કરી શકે છે. તે સિવાય, હંમેશા પોતાનાં વેબકેમને પણ ટેપથી ઢાંકીને રાખો.