રાજકોટમાં લોકડાઉન 4.0ની છૂટછાટ આપવામાં આવી છે જેથી રાજકોટમાં જ્વેલરીની દુકાનો અને શો-રૂમ ખૂલ્યા છે પરતું હાલમાં લોકોના મૂડને જોઈએ તો કોરોનાથી સાવધાન રહેવા માટે સેનિટાઇઝર અને હૅન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
હવે સોનાના દાગીનાની ટ્રાયલ કરવા નહીં મળે
જેથી હાલ રાજકોટમાં જવેલર્સનો એક નવતર પ્રયોગ શરૂ થયો છે અને દાગીના ખરીદવા આવતા લોકોને એક ખાસ પોશાક એટલે કે એપરન આપવામાં આવે છે, જેથી કોરોનામાં લોકો કોઈ દાગીનાને અડે નહીં અને તેના કારણે કોઈ દાગીના કે જ્વેલરી કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિનો કોઈ છેપ ના લાગે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.
હવે વેપારીઓ એવી પણ ટેક્નોલોજી તરફ પણ જવા માંગી રહ્યા છે અને સોફ્ટવેર બનાવવા માટે કહી રહ્યા છે કે જેમાં ગ્રાહક દુકાન પર આવે તો તે દાગીના પહેર્યા વગર તેના ફોટોને કે તેમને સામે ઊભા રાખી લેસર લાઇટ દ્વારા તેમને કુત્રિમ પહેરેલ હોય તેવો ફોટો દેખાય અને તેમને દાગીનાને પહેર્યા વગર જ પોતાના પર કેવા લાગે છે તે જોઈ શકે.