ગૂગલે આ વર્ષે એપ્રિલ મહિનામાં યુ ટ્યુબ ગો નામના એપનું બીટા વર્ઝન ભારતમાં જારી કર્યું હતું. આ પણ વિડિઓ માટે ખાસ બનાવેલ એપ એ છે જે યુ-ટ્યુબ જેવી જ છે. પણ આ એપની ખાસ વાત એ છે કે આ કોઈ ઇન્ટરનેટ એક્સેસ અથવા લો ડેટા સ્પીડમાં પણ કામ કરે છે. આ એપ્લિકેશન વિકાસશીલ દેશો અથવા જે લોકો પાસે પાસે લિમિટેડ ઇન્ટરનેટ એક્સેસ છે તેના માટે બનાવમાં આવી છે.

YouTube ગો ઓરિજનલ યુ ટ્યુબનું ડાઉન વર્ઝન છે. આથી વપરાશકર્તાઓ સ્લો ઈન્ટરનેટ પર પણ વિડિયો જોઈ શકે છે, શેર કરી શકે છે અથવા ડાઉનલોડ પણ કરી શકે છે. અત્યાર સુધી યુ ટ્યુબ ગો એપ્સનું બીટા વર્ઝન માત્ર ભારતમાં ઉપલબ્ધ હતું. પરંતુ કેટલાક અહેવાલો અનુસાર, હવેથી યુટ્યુબ ગો નું બીટા બધા માટે ઉપલબ્ધ છે. જો કે સંપૂર્ણ રીતે તૈયાર એપ બધા સુધી પહોંચવા માટે સમય લાગી શકે છે.

એટલે જો તમારી પાસે પણ આ એપ નથી પહોંચી તો તમારે પણ અમુક સમય માટે રાહ જોવી પડશે. જો તમે Android વપરાશકર્તા હોય તો Google Play Store પર જોઈ શકો છો. અને જો ગૂગલ પર આ એપ નજરનો પડે તો હજુ આ એપ તમારા સુધી પહોંચી નથી અને હજુ થોડો સમય તમારે રાહ જોવી પડશે. પરંતુ તમે અતિયારે યુ ટ્યુબનું અનરીલીસ્ડ એપ ડાઉનલોડ કરી શકો છો.

આ જ રીતે આઇઓએસમાં યુ ટ્યુબ ગો દ્વારા વિડિઓ ડાઉનલોડ અને સેવ કરી શકાશે એટલું જ નહીં, કોઈ પણ વપરસકર્તા ઑફલાઇન વિડિયો બ્લૂટૂથ અથવા વાઇફાઇ ડિરેક્ટરથી તેના મિત્રો સાથે શેર પણ કરી શકે છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.