રામમંદિરની ડિઝાઈન માટે તમે પણ તમારો પ્લાન મોકલી શકો છે. તેના માટે જન્મભૂમિ તિર્થક્ષેત્રએ નિ:શુલ્ક સુચનો આમંત્રિત કર્યાં છે. કોઈ પણ વ્યક્તિ, તજજ્ઞો, આર્કિટેક કે ડિઝાઈનર 25 નવેમ્બર 2020 સુધીમાં ઈ-મેઈલ દ્વારા પોતાનું સુચન મોકલી શકે છે. જોકે કોઈ પણ સુચનનો સ્વિકાર-અસ્વિકાર કરવા માટે ટ્રસ્ટનો અંતિમ નિર્ણય હશે.
નોંધનીય છે કે, રામમંદિરના નિર્માણ માટે લાંબી લાંબી કાયદાકિય લડત લડાઈ હતી. રામમંદિર નિર્માણ માટેનો રસ્તો ચોખ્ખો થતા હિન્દૂ સમુદાયમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. હવે રામમંદિરના નિર્માણની સાથે સાથે અયોધ્યામાં અનેકવિધ આયોજન થઈ રહ્યા છે. દિપોત્સવમાં અયોધ્યાના મુખ્ય કાર્યક્રમોમાં સરયૂ તટે રામની પૌડી પર ભવ્ય દિપોત્સવ, રામ કથા પાર્કમાં રામલીલાનું મંચન અને ત્રીજું આકર્ષણ સાકેત મહાવિદ્યાલયથી નિકળતી રામાયણના પ્રસંગ આધારિત ઝાંખીઓ હશે. આ વખતે દિપોત્સવમાં રામની પૌડી પર લગભગ 6 લાખ દિવડાં પ્રગટાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.